Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શાપર-વેરાવળમાં ૬ બોટલ દારૂ સાથે ગોંડલનો સૂરજ પકડાયો

શાપર-વેરાવળ તા.૧૩: બાઇક પર વિદેશી દારૂ સાથે નીકળેલ ગોંડલના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

શાપર-વેરાવળના પો સબ ઇન્સ. આર.જી. સિંધુ તથા પો.સબ. ઇન્સ. વાય.બી. રાણા શાપર (વે) પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. માવજીભાઇ ડાંગર, તથા અનીલભાઇ ધ્રાંગા પેટ્રોલીંગમા હતાં તે દરમિયાન પો હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે શાપર (વે) એસઆઇ ડીસી રોડ ઉપર થી સૂરજ ઉર્ફે ફોૈજી શશીકાંત ગોેતમ રહે. ગોંડલ વાળો પોતાના મો. સા. નં.જી.જે. ૦૩ એફ.એસ. ૪૫૩૮માં ભારતીય બનાવટની જુદી -જુદી બ્રાન્ડની પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૬, કિ.રૂ. ૨૧૦૦/- તથા મો. સા. કિ.રૂ. ૨૫૦૦૦/- સાથે કુલ રૂ. ૨૭૧૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:42 am IST)
  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST