News of Wednesday, 13th June 2018

ભાવનગરમાં કારમાં દારૂ સાથે બે પીધેલા શખ્સ ઝડપાયા

ડીજીપી  દ્વારા દારૂ અને જુગારની બદીઓ દુર કરવા માટે પ્રોહિ/જુગારની ખાસ ડ્રાઈવ તા.૧૨/૦૬/૧૮ થી તા.૨૬/૦૬/૧૮ સુધી રાખવામાં આવેલ હોય તેમજ ભાવનગર રેંન્જનાં DLG શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ દ્વારા પણ ભાવનગર જીલ્લાના પોલીસ અધીશ્રી ઓ ને દારૂ જુગારની પ્રવૃત્ત્િ। સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના હોઇ ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવેલ છે.....  જે અનુસંધાને ભાવનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષક  પી એલ માલ  દ્વારા જીલ્લાની પોલીસને સતર્ક કરી છે. જે અનુસંધાને  ભાવનગર સીટી નાયબ.પો.અધી.શ્રી. એમ.એસ.ઠાકર  ના  એ આપેલ સુચના  ભરતનગર પી,આઇ, જે,એમ,ચાવડા. સાથે સર્વેલંન્સ સ્કોડ (ડિ,સ્ટાફ)નાં હેડ.કો.ધીરૂભા,ગોહિલ(ડી,સી,) તથા,પો,કો,મહેન્દ્રસિંહ સરવૈયા તથા,અન્ય ભરતનગર પોલીસ સ્ટાફ સાથે  નાઇટ પેટ્રોલીંગ વાહન ચેકિંગ કરતાં હોય તે સમયે લાલ કલરની ફોર્ડ ફીગો સ્કોડા ફોર વ્હીલ દુખીશ્યામ બાપાનાં સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે પડેલ હોય જેમાં બે ઇસમો બેઠેલ હોય જેનાં પર શંકા જતાં પુછતાં  મુકેશભાઈ ગૌરાંગભાઇ પંડયા/બ્રાહ્મણ પ્રમુખ શ્રી યુવા કોગ્રેસ તળાજા ઉ.વર્ષ ૩૪,રહે ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલંર્ં જતાં રોડ પર આવેલ શીવકૃપા સો,સા પ્લોટ નં ૫૮  ત્યારબાદ ડ્રાયવર સીટની બાજુની સીટમાં બેસેલ ઇસમનું પુછતાં પોતે પોતાનું નામ તુષારભાઇ નટવરલાલ રાજયગુરૂ/બ્રાહ્મણ ઉ.વર્ષ ૪૬- રહે ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલ જતાં રોડ પર આવેલ શીવરૂદ્ઘ એપાર્ટમેન્ટ રૂમ નં ૩૦૪- ભાવનગરવાળોંર્ં હોવાનું જણાવેલ છે મજકુર ઇસમનું પંચો રૂબરૂ મોઢું સુંધી સુંદ્યાડી ખાત્રી કરતાં કેફી પીણું પીધેલાંની ખાટી તિવ્ર વાસ આવેલ  ગાડીની તપાસ કરતાં ડ્રાયવર સીટની પાછળની સીટમાં બે.કાળા કલરનાં  પ્લાસ્ટીકનાં ઝબલામાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૫-૫ ભરેલ હોય  તેની કિંમત રૂપિયા ૩૦,૦૦/ગણી પંચનામાની વિગતે કબ્જે કરવામાં આવેલ છે તેમજ સદરહુ સ્કોડા ફોર વ્હીલ ગાડી નાં રજી.નંબર જોતાં GJ04-AP૯૯૩૫ લખેલ તેમજ ફોર્ડ ફીગો ફોર વ્હીલની પાછળની નંબર પ્લેટ પર લાલ અક્ષરે પ્રમુખ શ્રી તળાજા યુવા કોગ્રેસ લખેલ છેંર્ં જેની કિંમત રૂપિયા ૧૦૦,૦૦૦/ગણી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે  મુકેશભાઈ ગૌરાંગભાઇ પંડયાની અંગઝડતીમાંથી એમ.આઇ.કંપનીનો મોબાઈલ ફોન નંગ એક તેની કિંમત રૂ ૨૦,૦૦/ તથા નંબર બે નાં ઇસમ તુષારભાઇ નટવરલાલ રાજયગુરૂની અંગઝડતી માંથી એમ.આઇ.નોટ ફાઇવ મોબાઈલ ની કિંમત રૂ ૫૦,૦૦/ગણી બંન્ને મોબાઈલ ફોન પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છેે આ દારૂની બોટલો પોતે સિહોર ટાણા રોડથી સિહોરમાં અંદર જતાં વડલા નિચે શંકર ભગવાનનાં મંદિર પાસે બેસતાં મુંન્નાભાઇ નામનાં માણસ પાસેથી લાવેલાનું જણાવેલ મજકુર ઈસમોએ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ  ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:41 am IST)
  • અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST