Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વાંકાનેરના વલાસણ ગામે દફનાવાયેલા જાવીદ કડીવારની લાશના વિસેરા લેવાયા

માતાએ પુત્રનું ખુન થયાની શંકા વ્યકત કરતા પોલીસે લાશ બહાર કાઢી'તી : એફએસએલના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશેઃ પીઆઇ બી.ટી.વાઢીયા

વાંકાનેર, તા., ૧૨: વાંકાનેરના વાલાસણ ખાતે રહેતા જાવેદ કડીવારની ખુન થયાની માતાની ફરીયાદ બાદ પોલીસે કબ્રસ્તાનમાં દફનાવાયેલા જાવીદની લાશ બહાર કાઢી વિસેરા લીધા હતા.

મળતી વિગત મુજબ ગઇકાલે ખુનની શંકાની ફરીયાદના આધારે કબરમાં ચાર માસ પુર્વે દફન કરાયેલ યુવાન જાવેદ કડીવારની લાશને જવાબદાર અધિકારીઓની હાજરીમાં બહાર કઢાઇ, એફએસએલ દ્વારા લાશનો કબ્જો લેવાયેલો. બાદમાં મોડી સાંજે  એફએસએલ દ્વારા ઘટનાની વાસ્તવિકતા સુધી પહોંચવા માટે અનિવાર્ય મૃતદેહની તપાસ તથા વિસેરા લેવાયા બાદ લાશને સોંપાતા મૃતક જાવેદના મૃતદેહને ફરી વાલાસણ ખાતેના અજ કબ્રસ્તાનમાં એજ કબરમાં દફન કરી દેવાઇ છે.

જાવેદનું મૃત્યુ ઝેરી દવા પી લેવાને કારણે? કે પછી ષડયંત્રના ભાગરૂપે તેનું ખુન કરી નંખાઇને ઘટનાને આત્મહત્યામાં ખપાવવા વ્યવસ્થિત પ્રયત્નો કરાયા હતા? એ રહસ્ય એફએસએલ રીપોર્ટ બાદ જ નિશ્ચિન થવા પામશે.

એક વધુ જાણવા મળતી વિગત મુજબ કહેવાય છે કે મૃતકે પોતે સુસાઇડ નોટ લખેલી ? તો તે કોના કહેવાથી લખેલી? પંથકમાં આ ઘટના અંગે હાલ અનેક તર્ક વિતર્કો થઇ રહયા છે.

આ ઘટનાના ચાર આરોપીઓ હોવા છતાં હજુ સુધી કોઇની ધરપકડ થવા પામી નથી. આ બનાવની તપાસ વાંકાનેર શહેર પીઆઇ બી.ટી.વાઢીયા ચલાવી રહયા છે. મૃતકના પરીવારજનો આ બનાવ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી લાગણી વ્યકત કરી હતી.

દરમિયાન તપાસનીસ અધિકારી પીઆઇ બી.ટી.વાઢીયાએ જણાવ્યું હતું કે મૃતક જાવીદ કડીવારની લાશના વિસેરા લેવાયા છે તેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

(11:35 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST