Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ઉપલેટામાં કોંગ્રેસની રેલીઃ પોષણક્ષમ ભાવની માગણી

ઉપલેટાઃ તાલુકા શહેરના કોંગ્રેસી આગેવાનો દ્વારા ખેડુતોના પ્રશ્ને બસ સ્ટેન્ડ ચોકમાંથી એક રેલીનું આયોજન અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. બસ સ્ટેન્ડ ચોકમાંથી તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર, કૃષ્ણકાંત ચોટાઇ, પ્રવિણભાઇ દલસાણીયાની આગેવાનીમાં રેલી નીકળી વડચોક, બાવલા ચોક, થઇને મામલતદાર ઓફિસ ખાતે સુત્રોચ્ચાર કરતી પહોંચી હતી. જયા મામલતદાર બોરખતરીયાને આવેદનપત્ર આપી ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવો આપવા અને કપાસનો માત્ર ૬ ટકા પાક વિમો આપી ખેડુતોને અન્યાય થયો હોવાનું જણાવી  રીસર્વેની માંગણી કરેલ હતી. રેલીમાં ઉપલેટા મહિલા કોંગ્રેસના પ્રમુખ આરતીબેન પટેલ,  રેખાબેન મકવાણા, નારણભાઇ ચંદ્રવાડીયા, નારણભાઇ સરપંચ, પાનેલીના સરપંચ મનુભાઇ ભાલોડીયા, નયનભાઇ જીવાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદેવસીંહ વાળા, તાલુકા પંચાયતના સભ્યો કમલેશભાઇ વ્યાસ, ભુપતભાઇ, કિશોરભાઇ, દલુભાઇ, પુંજાભાઇ, પુનાભાઇ વીરડા, નરેન્દ્રભાઇ ચૌહાણ, માલદેભાઇ, રમેશભાઇ ભારાઇ, તાલુકાના તમામ ગામોના સરપંચ સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા રેલી નીકળી તે તસ્વીર.

(11:35 am IST)