Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વેરાવળના કાજલી યાર્ડ દ્વારા ચણાનાં ટેકાના ભાવે ખરીદી ન કરાય તો આંદોલન

વેરાવળ, તા.૧૨:  કોડીનાર હાઈવે ઉપર આવેલ કાજલી માર્કેટીગ યાર્ડ ખાતે છેલ્લા આઠેક દિવસથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને તાલુકાના ખેડુતો ચણા લઈને ટેકાના ભાવે આપવા આવી રહેલ છે દરરોજ યાર્ડની બહાર લાંબી લાઈનોમાં ખેડુતોના ટ્રેકટરો જોવા મળે છે તેમ છતા ચણા સમયસર લેવામાં ન આવતા હોવાથી ખેડુતોમાં રોષ પ્રર્વતી રહેલ હતો દરમ્યાન આજે સવાર ખરીદીમાં વારો આવી જશે તેવી આશાએ આખો દિવસ યાર્ડમાં બેસી રહેલ તેમ છતા મોડી સંાજ સુધી ચણાની ખરીદી ન થતા ખેડુતો રોષ ભરાઈને હાઈવે પર બેસી જઈ ચકકાજામ કરેલ હતો જેના પગલે હાઈવેની બન્ને સાઈડો વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી ચકકાજામ થતા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દોડીગયો હતો પોલીસે ખેડતોને સમજાવટ રોષ ઠારી હાઈવે પરથી ઉભાકરતા વાહન વ્યવહાર પૂર્વવ્રત થયો હતો અને અડધો કલાક સુધી ચકકાજામ રહેતા તંત્ર દોડતું થયેલ હતું ખેડુતોએ ૪૦ દિવસ પહેલા રજીસ્ટેશન કરેલ હોવા છતા છેલ્લા ૮ દિવસથી ચણાની ખરીદી થતી ન હોવાથી અમોને ધકકા ખાવા પડી રહેલ જયારે અહી આવીને ત્યારે બારદાન ખાલી થઈ ગયા જેવો દર વખતે નવા બ્હાના કાઢે છે અમોને બારદાન ખાલી છે તેવું જણાવી પાછળથી રાત્રીના સમયે બારદાન જોખાયા છે ચણાની ખરીદીમાં જવાબદારો વ્હાલા દવાલાની નિતી અપવાની ખેડુતોને હેરા કરી રહેલ છે મોટા ભાગના ખેડુતો પાંચ પાંચ દિવસથી યાર્ડની બહાર બેઠા હોવા છતા ચણાની ખરીદી કરતા ન હોવાથી બહાર બે કીમી લાંબી લાઈન લાગી છે આ સ્થિતીના લીધે ખેડુતોના માથે ટ્રેકટરોના ભાડા ચડી રહેલ છે કાજલી યાર્ડમાં છેલ્લા ૧પ દિવસથી ચણાની ખરીદી સદંતર બંધ છે.

(11:34 am IST)