Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સોમનાથ દરિયામાં જોરદાર કરન્ટ

પ્રભાસ પાટણઃ સોમનાથ મંદિરની બાજુમાં અરબી સમુદ્રમાં સવારથીજ દરીયામાં કરન્ટ જોવા મળેલ અને મોટા-મોટા મોજાઓ ઉછળી રહેલા છે તેમજ મોજા ઉછળવાને કારણે દરીયાનો અવાજ પણ દૂર દૂર સુધી સંભળાય છે. દરીયામાં કરંટ અને ઉછળતા મોજાને કારણે ચોમાસું ટુંક સમયમાં શરૂ થશે તેવા સંકેતો મળી રહેલ છે. દરીયામાં કરંટને કારણે મોજા તોફાની બનેલ નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:34 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST