Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મીઠાપુર બ્રહ્મસમાજ દ્વારા વિષ્ણુપૂજન તુલસી દલાર્પણ પ્રયોગ

મીઠાપુર : દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓૈદ્યોગિક શહેર મીઠાપુર ખાતે મીઠાપુર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હાલમાં અધિક પવિત્ર પરસોત્તમ માસ નિમિતે એક અલગ પ્રકારની પૂજા કરવામાં આવી હતી. આ પૂજા કૃષ્ણ પક્ષ એકાદશી ના દિવસે મીઠાપુરના મંગલ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. ભગવાનનું મહત્વ અધિક માસમાં ખુબજ વધારે હોય ગત દિવસે સર્વે ભવંતુ સુખીન આ શ્લોકને કેન્દ્રમાં રાખીને વિષ્ણુ પૂજન તથા તુલસી દલાર્પણ ભગવાનના સહસ્ત્ર નામો બોલીને ખુબ જ સુંદર રીતે ધાર્મિક વાતાવરણમાં આ પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં મીઠાપુર બ્રહ્મસમાજ ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતો. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(11:31 am IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST