Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કુંકાવાવ પાસે અકસ્માતમાં મોત

કુંકાવાવ : વાવડી રોડ પર ગઇ સાંજના સમયે સ્વિફટ કાર ઝાડ સાથે અથડાતા રાજેશભાઇ વિઠ્ઠલભાઇ સોરઠીયા નામના યુવાનનું મોત નિપજેલ કુંકાવાવમાં ત્રિશુલ રીક્ષાની ઓટો એજન્સી ધરાવતા રાજેશભાઇ ગઇ સાંજના સમય પોતાની કાર લઇ પોતાના ઘેર જતા હતા ત્યારે અચાનક વાવડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. તપાસ કુંકાવાવ- વડીયા પોલીસ ચલાવી રહેલ છે. (તસ્વીર - અહેવાલ : નિરવ ચાવડા કુંકાવાવ)

(11:29 am IST)