News of Wednesday, 13th June 2018

બુધવારી અમાસ સાથે પુરૂષોતમ મહિનો પુર્ણઃ હવે ૨૦૨૦માં અધિક માસ

મહિલાઓ દ્વારા અંતિમ દિવસે પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, દાન, પુણ્ય-સેવાકાર્યોઃ તિર્થ સ્થાનોમાં ભાવિકો ઉમટયા

પ્રથમ અને બીજી તસ્વીરમાં મેંદરડામાં તથા ત્રીજી તસ્વીરમાં માળીયા મિંયાણામાં પુરૂષોતમ મહિના નિમિતે પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તે નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ ગોૈતમ શેઠ(મેંદરડા), રઝાક બુખારી,માળીયા મિંયાણા)

રાજકોટ તા.૧૩: આજે પુરૂષોતમ મહિનાનું સમાપન બુધવારી અમાસ સાથે થયું છે. છેલ્લા એક મહિનાથી મહિલાઓ દ્વારા પુરૂષોતમ મહિના નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઇ રહયા હતા અને સેવાકાર્યોનો ધમધમાટ થતો હતો.

જયોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે આવતો પુરૂષોતમ મહિનો ૨૦૨૦માં એટલે કે ૨૭ મહિના પછી આવશે.

બુધવારી અમાસ સાથે મહિનો પુર્ણ થયો છે. અને મહિલાઓ દ્વારા અંતિમ દિવસે પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, દાન, પુણ્ય, સેવાકાર્યો કરાયા હતા.

રાજકોટના પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ અને જાગનાથ મંદિરે કથા સહિત અનુષ્ઠાનોના કાર્યક્રમોનુ઼ આયોજન કરવામાં આવ્યું જેમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે. જયારે સુપ્રસિધ્ધ સોમનાથના ત્રિવેણી સંગમ, દ્વારકામાં ગોમતી નદી અને જુનાગઢમાં દામોદરકુંડમાં સ્નાન માટે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી પડશે.

પુરૂષોતમ માસનો ભારે ઉત્સાહ અને પુજન,અર્ચન વચ્ચે પુર્ણાહુતિ કરવામાં આવશે. શહેરના પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, જાગનાથ મંદિર, રામનાથ મંદિર તથા હવેલીઓમાં કથા સહિતના કાર્યક્રમો દ્વારા પુરૂષોતમ માસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. આજે અંતિમ દિવસે આ તમામ મંદિરોમાં કથા તથા વિશેષ અનુષ્ઠાનો સહિતના અનેક કાર્યક્રમોનુ઼ આયોજન કરાયું છે.

સોૈરાષ્ટ્રના નાના ગામડાઓમાં પણ ગોરમાનું પૂજન અને ભગવાન પુરૂષોતમજી મહારાજના નાદ તથા વન ભોજન સહિતના કાર્યક્રમો દ્વારા અધિક માસની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.

સોમનાથ તીર્થ ધામમાં બુધવારે પુરૂષોતમ માસના અંતિમ દિવસ છે. ત્યારે મુખ્ય બજારમાં આવેલા મીની તિરૂપતિ ગણાતા ઠાકોર મંદિરે બુધવારે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોર મંદિરે પુરૂષોતમ માસના સમાપને છપ્પન ભોગ નિમિતે વિવિધ વાનગીઓ ઠાકોરજી સન્મુખ ધરવામાં આવશે અને અમાસની પૂર્વ સંધ્યાએ ઠાકોર મંદિરમાં વિવિધ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવી છે.

માળીયામિંયાણાઃ તાલુકાના વેજલપર ગામે ગોરમા હંસાબેન પ્રવિચંદ્ર દવેની આગેવાનીમાં ૪૦ જેટલી ગોપીઓએ અધિક માસ નિમિતે સમુહ ગોરમાનુ પુજન કરી ભકિતભાવપુર્વક ઉજવણી કરી હતી હિંદુ ધર્મમાં પુરૂષોત્ત્।મ માસનો અનેરો મહત્વ છે અધિક માસને પુરૂષોત્ત્।મ માસ પણ કહેવામાં આવે છે પુરૂષોત્ત્।મ એટલે સાક્ષાત ભગવાન શ્રીહરિ અને માસ એટલે મહીનો જેનો મહીમા દર ત્રીજા વર્ષે આવે છે તેમજ પુરૂષોત્ત્।મ માસ એટલે ભગવાન વિષ્ણુનો મહિનો જે પવિત્ર પુરૂષોત્ત્।મ માસમાં વેજલપર ગામમાં ૪૦ જેટલી ગોપીઓ દાન પુણ્ય કરી પુણ્યનુ ભાથુ બાંધી રહી છે જેમા આજે વેજલપર દેવસરોવર તળાવના કાંઠે ફુલીયા હનુમાનજી દાદાના મંદિરના પટાંગણમાં કુદરતી સૌંદર્ય વચ્ચે ગામના ગોર મહારાજ શ્રી પ્રવિણચંદ્ર ગૌરીશંકર દવે અને તેમના સહધર્મ ચારિણી ગોરમા હંસાબેન પ્રવિણચંદ્ર દવેની આગેવાનીમાં યજ્ઞવિધિ તેમજ ધાર્મિક વિધિ વિધાન મુજબ ૪૦થી વધુ ગોપીઓની ઉપસ્થિતિમાં પુજા અર્ચન કરી સમુહ ગોરમાનુ પુજન કરવામાં આવ્યુ હતુ વેજલપર ગામે ૪૦થી વધુ ગોપીઓએ પવિત્ર પુરૂષોત્ત્।મ માસ નિમિતે આખા મહીનામાં દાન જપ પુજા અર્ચના કરીને પુણ્યનુ ભાથુ બાંધ્યુ છે અમુક મહીલાઓ વ્રત અને ઉપવાસ પણ રાખે છે જે હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે તેમજ અધિક માસ દરમિયાન ગોરમા હંસાબેનની આગેવાની હેઠળ ગામની ૬૦ જેટલી વૃદ્ઘ મહીલાઓને યાત્રા પ્રવાસ પણ કરાવ્યા હતા તદુપરાંત પવિત્ર પુરૂષોત્ત્।મ માસમાં ગોરમાનો ભવ્યતિભવ્ય બર્થ ડેની પણ ઉજવણી કરી હતી જેમા ગ્રામજનો તેમજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના મહેમાનો મોટી સંખ્યામાં સમુહ ભોજન કર્યુ હતુ આમ પુરૂષોત્ત્।મ માસમાં હંસાબેને ત્રિવેણી પ્રસંગોની ત્રણ જેટલી મહત્વની ઉજવણી કરી હતી આમ પુરૂષોત્ત્।મ માસ દરમિયાન વેજલપર ગામની ૪૦થી વધુ ગોપીઓ ભગવાનની ઉપાસના કરી જીવન ધન્ય બનાવી રહી છે. (૧.૧૦)

પુરુષોતમ માસના સમાપનના દિવસે સવારે પ્શ્રાંતકાળે ઉઠી નિત્યકર્મ કરી માતા-પિતા ગુરૂનું સ્મરણ કરી ભગવાન વિષ્ણુંનું પુજન કરવું ભગવાનને નવૈધય અર્પણ કરવું આરતી ઉતારવી અને ક્ષમા માગવી ભુદેવોને ભોજન કરાવુ, ગાયોને ઘાસ નાખવું ઉતમ ગણાય છે તે ઉપરાંત આ દિવસે ભગવાનનાીર્વોતમી ભદ્ર મંડળની પુજા કરવી પણ શ્રેષ્ઠ છે. કારણ ભગવાનનું મંડળ એ જ વૈકુંઠ લોકની ભાવના છે. આમ ઘરે ભગવાનનું મંડળ ભરવાથી ઘરમાં શાંતીમળે છે તે શકય તદ હદય તો સાત પાનના સાથીયા ફરી ભગવાનની પુજા પણ કરવી પણ ઉતમ છે. સંપુટદાન દિપદાન, તેલદાન, દેવું પણશ્રેષ્ઠ છે. પુરુષોતમ માસના સમાપન દિવસે માત્ર શ્રધ્ધાથી જ જો ભગવાનનું નામ લેવામાં આવે તો પણ ભગસીાગર તરી જવાય છે.

મેંદરડા

બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર પુરૂષોતમ માસ નીમીતે ચાર દિવસીય પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતુ. અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ મંદિર મેંદરડામાં પવિત્ર  પુરૂષોતમ માસ નીમીતે શાંતિનો રાજ માર્ગ પર પૂ. સ્વામિ પરેશ્વર સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું

તેમણે જણાવ્યું કે જીંદગીમાં માણસ પૈસાની પાછળ દોડ લગાવે છે ત્યારે તેના આત્માના કલ્યાણ માટે આત્મકિમક શકિતનીજ જરૂર પડતી હોય છે. પૂ.મહંત સ્વામી મહારાજની પ્રેરણાની આ માસમાં કથાનો સવિશેષ લાભ મળે છે. જીવન કલ્યાણ થાય આ કથામાં ખુબજ બહોળી સંખ્યામાં હરિભકતો એ લાભ  લીધો હતો. આ કથામાં જુનાગઢ સ્વામિ મંદિરના પૂ. અખંડનિય દાસજી સ્વામી, પૂ. એવા પ્રથમ સ્વામિ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડેલ. આયોજન મેંદરડા બી.એ.પી.એસ દ્વારા રાયું હતું

(11:25 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST