News of Wednesday, 13th June 2018

જામખંભાળિયાના મામલતદારની સિંઘમ સ્ટાઇલ : રેકોર્ડ જમા નહીં કરાવતા 5 ગામના તલાટીઓ સામે વોરંટ ઇસ્યુ કરાવ્યા

જામખંભાળિયામાં મામલતદાર સિંઘમ સ્ટાઇલ અપનાવી પાંચ ગામના તલાટી સામે વોરંટ ઇસ્યુ કરાવ્યા છે તલાટીને બે દિવસમાં રેકોર્ડ જમા કરાવવા કારણદર્શક નોટિસ આપી હતી પરંતુ બે દિવસ બાદ પણ રેકોર્ડ જમા ન થતા આખરે પીએસઆઇને ધરપકડ વોરંટ ઇશ્યુ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વોરંટ ઇસ્યુ કરતા જ તમામ તલાટીઓ મામલતદાર સમક્ષ હાજર થઇ ગયા હતા. તલાટીઓના મતે તમામ રેકોર્ડ રજૂ કરવા છતાં ખોટી કાર્યવાહી કરાઇ છે. મામલતદારે ભાણ ખોખરી, માંઝા મોટા આંબલા, મોવાણ, આંબરડી ગામના તલાટીઓ સામે વોરંટ ઇશ્યુ કર્યા હતા.

   મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયા તાલુકાના ૫ તલાટી કમ મંત્રીઓને ૬ નંબરના રેકર્ડ રજુ નહીં કરતા મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરી જેલમાં ધકેલવા આદેશ કરાયો છે જેના પગલે તલાટી કમ મંત્રીઓમાં હોબાળો મચી ગયો છે. આ આદેશના પગલે તાબળતોબ ૪ તલાટી કમ મંત્રીઓ યુનિયનના હોદેદાર સાથે મામલતદાર સમક્ષહાજર થયા છે. અને રેકર્ડ જમા કરવવા અંગે સ્પષ્ટતા કરી છે.

કોણ અને ક્યાં ગામના છે. તલાટી કમ મંત્રી
મોટા આંબલા- કૃષ્ણ સિંહ જાડેજા
મોવાણ-વિજય મકવાણા
આંબરડી-એન.પી.ચેતરિયા
ભાણ ખોખરી- દીપકભાઈ અંજારા
માંઝા-વી.એન.ગોદિયા

(9:23 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST