Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જેતપુર “હીરપરા સંકુલ કોવીડ હેલ્થ સેન્ટર”ખાતે પધરામણી કરતા મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પૂ.બાલકૃષ્ણલાલજી તેમજ પૂ.પ્રિયાંકરાયજી,

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:  જેતપુર શહેર ખાતેના યુવા મંત્રી જયેશ રાદડીયા સંચાલિત કોવીડ હેલ્થ સેન્ટર ખાતે મોટી હેવલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પૂ.બાલકૃષ્ણલાલજી તેમજ પ્રિયાંકરાયજી મહોદયશ્રીએ પધરામણી કરીને કોરોનાના દર્દીઓની થઈ રહેલ સારવારની કામગીરીને બિરદાવીને યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા તેમજ તેમની સમગ્ર ટીમને આશીર્વચન પાઠવીને પૂ.જે જે શ્રી દ્વારા આ સેવાકીય કામગીરીને બિરદાવીને રૂ.૫૦૦૦૦/- નુ અનુદાન સંસ્થાને અર્પણ કરવામા આવ્યુ. હતું

(9:41 pm IST)