Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબી ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં સાત આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

અન્ય ૧૧ આરોપીના તા. ૧૬ તારીખે રિમાન્ડ પૂર્ણ થશે

મોરબી જીલ્લા પોલીસ ટીમોએ રાજ્ય અને આંતર રાજ્ય ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં ઝડપાયેલ સાત ઇસમોને રિમાન્ડ આજે પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા હતા જયારે અન્ય ૧૧ ઈસમો તા. ૧૬ સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
મોરબી પોલીસ ટીમ દ્વારા રાજ્યવ્યાપી ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં મોરબી, સુરત, અમદાવાદ, વાપી અને એમપીથી ૨૧ ઇસમોને દબોચી લેવાયા હતા જે પૈકી ત્રણ આરોપી કોરોના પોઝીટીવ હોવાથી કોરોનટાઈન કર્યા છે જયારે બાકીના ૧૮ ઇસમોને કોર્ટમાં રજુ કરતા ૦૭ આરોપીના તા. ૧૩ સુધીના જયારે બાકીના ૧૧ આરોપી તા. ૧૬ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હોય

(9:24 pm IST)