Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મંગળવારે મોરબીમાં યોજાશે પ્લાઝ્મા ડોનેશન કેમ્પ : વિશાલ લલિતભાઈ કગથરાનાં સ્મરણાર્થે યોજાનાર કેમ્પ માટે રજીસ્ટ્રેશન શરૂ

મોરબી: વિશાલ લલિતભાઈ કગથરાના સ્મરણાર્થે આવતી 18મેને મંગળવારે મોરબી પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના સૌજન્યથી 18 તારીખને મંગળવારે સવારે 9થી સાંજે 5 કલાક દરમ્યાન પ્રસંગ હોલ, જી.આઈ.ડી.સી.ના નાકે, નવા બસસ્ટેન્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે આયોજિત આ કેમ્પમાં પ્લાઝ્મા ડોનરે માત્ર રક્તદાન કરવાનું રહેશે. કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવવા મોબાઈલ નંબર 9725919219 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(7:30 pm IST)