Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા દર્દીઓ માટે ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન નિઃશુલ્ક અપાશે

--ખાસ યુએસથી 30 મશીન ઇમ્પોર્ટ કરાયા : ડિપોઝીટ ઉપર દર્દી મશીન મેળવી શકશે

મોરબી : મોરબીમાં ઓક્સિજનવાળા દર્દીઓ માટે શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આવા દર્દીને સંસ્થા દ્વારા નિશુલ્ક ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેથી ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓ ડોકટરના જણાવ્યા પ્રમાણે આ મશીનની સેવા વિનામૂલ્યે લઈ શકશે
મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજનને લઈને થતી રઝળપાટને ધ્યાને લઈને યુએસથી ખાસ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન ઇમ્પોર્ટ કર્યા છે. આ મશીન દર્દીને ઓક્સિજન પૂરો પાડે છે. મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવામાં મુકાયા છે. કોઈ પણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે. બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે.
આ સેવાયજ્ઞમાં સહયોગી ડોકટર ટીમમાં ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. જયેશભાઈ સનારિયા, ડો. તેજસભાઈ પટેલ, ડો. મનીષભાઈ સનારિયા, ડો. વીરેનભાઈ સંઘાણી, ડો. વરુણભાઈ ભટ્ટ, ડો. હિતેશભાઈ પારેખ અને ડો. ભાવિનભાઈ ચંદે કાર્યરત છે.
આ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મેળવવા માટે ક્રિપાલસિંહ ઝાલા મો.નં. 9724677777, 9804833333નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(7:12 pm IST)