Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પોરબંદર ફિશ એક્સપોર્ટર ને ખાસ મેડિકલ ચાર્ટર પ્લેનથી સારવાર માટે ચેન્નાઇ લઈ જવાયા : પોરબંદરના ઇતિહાસમાં ચાર્ટર મેડિકલ પ્લેનથી સારવાર માટે ચેન્નાઇ લઈ જવાની પ્રથમ ઘટના : ફિશ એક્સપોર્ટર કેન્સર અને કોરોનાથી પીડિત છે.

પોરબંદર : કેન્સરથી પીડિત એક ફિશ એક્સપોર્ટર ને કેન્સર સાથે કોરોના સંક્રમણ લાગી જતા તબિયત લથડતા તેમને ઇમરજન્સી માં પોરબંદર થી ખાસ મેડિકલ ચાર્ટર પ્લેનથી સારવાર માટે ચેન્નાઇ લઈ જવામાં આવેલ છે.

ફિશ એક્સપોર્ટરને સારવાર માટે ચેન્નાઈની એમ. જી. એમ હોસ્પિટલમાં લઈ જવા માટે પોરબંદરમાં હૈદરાબાદ થી મેડિકલ ચાર્ટર પ્લેન આવેલ અને ફિશ એક્સપોર્ટરને પોરબંદરથી મેડિકલ ચાર્ટર પ્લેન દ્વારા દર્દીને ચેન્નાઇ લઈ જવાની પોરબંદરના ઇતિહાસ ની પ્રથમ ઘટના છે.

(7:08 pm IST)