Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વાવાઝોડાની અસર ? દ્વારકાના દરિયામાં કરંટ : બોટો પાછી ફરવા લાગી

દ્વારકા તા ૧૩, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બપોરે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે.

પવનનું જોર વધતા દરિયામાં મોજા વધુ ઉછળવા લાગતા માછીમારો બોટ સાથે દરિયાકિનારે પરત ફરવા લાગ્યા છે. આ વાવાઝોડાની અસર છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે ? તેની માછીમારોમાં ચર્ચા જાગી છે.

(2:08 pm IST)
  • આજે સવારે દ્વારકાના દરિયા કાંઠે સિક્કાથી વેરાવળ જઈ રહેલું કોલસા ભરેલુ વહાણ તણાઈ આવ્યું હતું. તેમાં આઠ ખલાસીઓ છે, તે બધા ભારતીય છે. આઇબી અને પોલીસ દોડી ગઈ છે. ( દીપેશ સામાણી અકિલા, દ્વારકા) access_time 11:02 am IST

  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST