Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એમ્બ્યુલન્સ માટે રૂ. પચાસ લાખની ગ્રાંટ ફાળવતા પુનમબેન માડમ

જામનગર તા. ૧૩: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને લાવવા અને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા ન હોય પ્રવર્તમાન કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આરોગ્ય કેન્દ્ર કે જીલ્લા કક્ષાએ આવેલ હોસ્પીટલમાં પહોંચાડવામાં મુશ્કેલી ન પડે તે માટે જામનગર જીલ્લાના વાંસજાળીયા (જામજોધપુર), મોટા પાંચદેવડા (કાલાવડ), જાલીયા દેવાણી (ધ્રોલ્) અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા (કલ્યાણપુર) એમ ચાર (૪) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ્બ્યુલન્સ માટે સંસદસભ્યશ્રીની ગ્રાંટમાંથી રૂ. પ૦/- લાખની ગ્રાંટ ફાળવેલ છે અને વહીવટી તંત્રને આ એમ્બ્યુલન્સો તાત્કાલીક ધોરણે જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર પહોંચાડવા સુચના આપેલ છે.

કોરોનાની મહામારીને અનુલક્ષીને સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના પ્રયત્નોથી લતીપુર તથા ભાડથર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને જોડીયા સામુહિક આરોગ્ય કેન્દ્રને તાકીદના ધોરણે એમ્બ્યુલન્સ પુરી પાડવામાં આવેલ છે.

(12:58 pm IST)