Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામનગરમાં મહામારી સમયે જ જી.જી.હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન બંધ

નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને વિક્રમભાઇ માડમની રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : ધારાસભ્ય વિક્રમ માડમે આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે, જામનગર આવેલ જી.જી.હોસ્પિટલનું એમઆરઆઇ મશીન બંધ છે તે તાત્કાલીક રીપેર કરવુ જરૂરી છે.

મ્યુકોરમાઇકોસિસ નામનો ગંભીર રોગનું નિદાન એક માત્ર એમઆરઆઇ કરવાથી થાય છે ત્યારે જામનગરમાં આવેલ હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન દોઢ માસ કરતા પણ વધુ સમયથી બંધ છે.

ત્યારે જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં આ નવા રોગ માટે વોર્ડ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. એમઆરઆઇનું મશીન તાત્કાલીક ચાલુ કરાયુ અથવા બીજુ એમઆરઆઇ મશીન તાત્કાલીક મોકલવામાં આવે તેવી માંગણી વિક્રમભાઇ માડમે કરી છે.

(12:58 pm IST)