Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વાવાઝોડાની ચેતવણી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમી

મહતમ તાપમાનનો પારો ઉંચેઃ બપોરના સમયે રસ્તાઓ સુમસામઃ સવારે-રાત્રે પવનનું જોર વધુ

રાજકોટ, તા., ૧૩: આગામી દિવસોમાં આવનાર વાવાઝોડાની ચેતવણી વચ્ચે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

ગઇકાલે અમદાવાદમાં ૪ર ડીગ્રી, ડીસા ૩૯.ર, વડોદરા ૩૯.૪, સુરત ૩૩.૮, રાજકોટ ૪૦.૮, કેશોદ ૩૬.પ, ભાવનગર ૩૮.૩, પોરબંદર ૩૪.૭, વેરાવળ ૩૩.૭ દ્વારકા ૩૧.૭, જામનગર ૩પ.પ, ઓખા ૩૩.ર, ભુજ ૩૭.પ, નલીયા ૩૪.૮, સુરેન્દ્રનગર ૪૦.૮, ન્યુ કંડલા ૩૬.૯, કંડલા એરપોર્ટ ૩૯.ર, અમરેલી ૪૦.૮ , ગાંધીનગર ૪૦.૦, મહુવા ૩પ.૮, દિવ ૩૩.૭, વલસાડ ૩પ અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૭ ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

અરબી સમુદ્રમાં સાઇકલોનીક સકર્યુલેશન સર્જાતા આગામી ર૪ કલાક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફંુકાવાની પણ શકયતા જોવા મળી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરનુ઼ મહતમ તાપમાન ૩પ.પ ડીગ્રી, લઘુતમ ર૬.૮ ડીગ્રી, હવામા ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૧૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહીતના વિસ્તારોમાં સવારથી વાદળાનું સામ્રાજય રહેતા સખત ઉકળાટ અને બફારો વધ્યો છે.

આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના છે ત્યારે સોરઠના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી આવેલો પલ્ટો આજે પણ યથાવત રહયો છે.

સવારથી વાદળમય વાતાવરણ પ્રવર્તે છે. સુર્યનારાયણ અને વાદળાની સંતાકુકડીથી ઉકળાટ વધ્યો છે.

તેમજ સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા આસપાસ રહેતા બફારો વધવાની લોકો પરેશાન થઇ ગયા છે.

(12:53 pm IST)