Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામનગરમાં નર્સિંગ સ્ટાફની હડતાલ યથાવત : કોવિડ વિભાગમાં કાળી પટ્ટી ધારણ કરીને ફરજ ઉપર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩:સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંદ્ય સરકારી હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને રાજય સરકાર પાસે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતાં નર્સિંગ સ્ટાફ ના જામનગરના ૭૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા ગઈકાલથી જ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

યુનાઇટેડ નર્સિંગ ફોરમની અગાઉની પોતાની પડતર ૧૫ જેટલી માગણીઓને લઈને કોઈપણ નિવેડો નહીં આવતાં ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જી.જી.હોસ્પિટલ ના કોવિડ વિભાગ બહાર નર્સિંગ કર્મચારીઓ દ્વારા બેનરો સાથે બીજા દિવસે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

હાલ કાળી પટ્ટી ધારણ કરી આગામી ૧૭ મે સુધી આ પ્રકારે વિરોધ કરવામાં આવનાર છે. છેલ્લા બેે દિવસથી કોવિડ વિભાગમાં પણ નર્સિંગ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર નર્સિંગ સ્ટાફ જોવા મળ્યો હતો અને દર્દીઓની સેવા સાથે વિરોધ વ્યકત કરવામાંં આવી રહ્યો છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:52 pm IST)