Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પોરબંદરમાં જાહેરનામા ભંગના ગુન્હા નોંધવામાં વહાલા દવલાની નીતિઃ રાજકીય વ્યકિતઓ સામે કાર્યવાહી નહીં?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ : જાહેરનામાના ભંગના ગુન્હા નોધવામાં વહાલા દવલાની નીતિની ફરિયાદો આમ જનતામાંથી ઉઠી છે. શહેરમાં ગમે ત્યારે નાકાબંધી કરીને સામાન્ય લોકોને રોકીને જાહેરનામા ભંગના ગુન્હો નોંધીને પાવતીઓ પકડાવી દેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ચોપાટી પાસે લોકાપર્ણ કાર્યક્રમમાં રપ થી વધુ રાજકીય કાર્યકરો એકઠા થયા તે સબંધે જાહેરનામા ભંગનો ગુન્હો કેમ નોંધવામાં આવતો નથી...? તે પ્રશ્ન ચર્ચિત બન્યો છે.

ચોપાટી પાસે સાંસદની હાજરીમાં એમ્બ્યુલન્સનું લોકાપર્ણ અને ફ્રુડઝોનનું ખાતમુહુર્ત કાર્યક્રમમાં જાહેરનામા મુજબ ર થી ૩ વ્યકિતઓની હાજરીને બદલે રપ થી વધુ રાજકીય કાર્યકરો આગેવાનો હાજર રહેલ ત્યારે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામાંં વિલંબ થઇ રહેલ છે. તે સામે કચવાટ થયો છે. દરિયાકાંઠે સીઆરઝેડ  નિયમ અમલી હોય અને કાંઠા વિસ્તારમાંર૦૦ મીટરની અંદર નવા બાંધકામ ઉપર પ્રતિબંધ હોય છતા ફ્રુડઝોન  બનાવવા માટે ખાતમુર્હુત કરેલ છે તે નિયમ ભંગ સામે પણ કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.

(11:53 am IST)