Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ઉપલેટાના મજેઠી ગામમાં વિક્રમ ઉર્ફે જીકાના મકાનમાં દરોડો : જુગાર રમતા પાંચ પકડાયા

પાટણવાવ પોલીસનો દરોડો : ૧૦ હજારની રોકડ સહિત રૂ. ૨૬ હજારની મત્તા કબ્જે

રાજકોટ,તા. ૧૩: ઉપલેટાના મજેઠી ગામમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પાટણવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મજેઠી ગામમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પાટણવાવ પોલીસ મથકના પીએસઆઇ વાય.બી. રાણા તથા હેડ કોન્સ. અશોકભાઇ ગોહેલ, સહિતે મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક વિક્રમ ઉર્ફે જીકો રામભાઇ ડાંગર (ઉવ.૪૩) તથા ગામમાં રહેતા જગદીશ મોકાભાઇ ડાંગર (ઉવ.૪૫), પ્રદિપ ઉર્ફે મુન્નો ભુસાભાઇ કોઠીવાર (ઉવ.૩૨) નિરવ ભીમાભાઇ પરમાર (ઉવ.૩૧) અને મોકા ભીમાભાઇ જલુ (ઉવ.૫૦)ને પકડી લઇ રૂ. ૧૦,૦૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(11:49 am IST)