Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

આટકોટ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે મનસુખ રામાણી

આટકોટ : રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તથા જિલ્લા પંચાયતની સાણથલી સીટ સીએચસી સેન્ટરના ઇન્ચાર્જ મનસુખભાઇ રામાણીએ સાણથલી સીએચસી, કાનપુર પીએચસી, આટકોટ પીએચસીની મુલાકાત કરી તમામ સેન્ટરો પર ડોકટર્સ તથા નર્સિંગ સ્ટાફ સાથે મીટીંગો કરી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ બે ટેસ્ટીંગ થાય અને સાથે સાથે રસીકરણ પણ ચાલુ રહે અને સીએચસી તથા પીએચસી સેન્ટરો પર આઇસોલેશન બેડ પણ ચાલુ કરવા માટે તૈયારી કરી હતી. આ તકે ભાસ્કરભાઇ જસાણી, આટકોટ જિલ્લા પંચાયત સીટના સભ્ય પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, મનસુખભાઇ હિરપરા, વિજયભાઇ વસાણી ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:40 am IST)