Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા ૧૦૦૦ ગામોમાં અનાજની કીટ વિતરણ કરાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૩ : જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકસ દ્વારા એક નાનકડો પ્રયાસ અમલમાં લેવામાં આવ્યો છે. જોકે કોવિડના પ્રથમ લોકડાઉનમાં આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં કોવિડના બીજા તબક્કામાં મહામારી વધી છે. જેને ધ્યાને લઈને જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસના સહયોગથી રાજયના ૧૦૦૦ ગામોમાં આ કીટ સ્વયંસેવકોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનથી ગામડાઓમાં જે બીમાર હોય તેને પ્રાથમિક મદદરૂપ થાય તેવા હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. દર્દીઓઓનું ઓકિસજન, તાપમાન માપી શકીએ તેમજ નાસનું મશીન, પેરાસીટોમોલ દવા, કોવિડ-૧૯ વિશે પ્રાથમિક સમાજની નાની પુસ્તિકા, સેનેટાઈઝર, ફુગ્ગા, પોસ્ટરો અને બેગ આપીને આપણું ગામ કોરોના મુકત ગામ બને તે અભિયાનને આગળ લઈ જવા નાનકડો પ્રયાસ કરી રહ્યા છે તેવું નવસર્જનના મંજુલાબેન મકવાણા તેમજ ડાયાભાઈ દાફડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:39 am IST)