Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના કાળમાં જુનાગઢ લોહાણા મહિલા મંડળના રસોઇ શોથી બહેનોને મનોરંજન

 જુનાગઢ તા. ૧૩ : કોરોના કાળમાં જુનાગઢ લોહાણા મહિલા મંડળના રસોઈ શોથી બહેનોને મનોરંજન આપવામાં આવ્યું હતું.

પ્રમુખ શ્રી પારૂલબેન સૂચકના જણાવ્યા અનુસાર મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયાના માર્ગદર્શન હેઠળ, લોહાણા મહિલા મંડળ જૂનાગઢ અને ફુડિસ ઈન રાજકોટ ફેસબૂક ગ્રુપના સંયુકત ઉપક્રમે એપ્રિલ ૨૦૨૧ આખો માસ બહેનો એક લાખથી વધુ મેમ્બર ધરાવતા ફેસબૂક ગ્રુપમાં ઓનલાઈન રસોઈ શીખવા તેમજ શીખવાડવાનો અનોખો કાર્યક્રમ તેમજ ફૂડ પોસ્ટ મૂકવાની બીજી પણ બે સ્પર્ધાઓ યોજવામાં આવેલી અને બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો. આ તકે લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી પારૂલબેન સૂચક, કારોબારી બેમ્બર અને ફૂડિસ્ ગ્રુપના એડમિન શ્રી કવિતાબેન રાયચુરા અને શ્રી હેતલબેન માંડવીયાએ ખુબજ જહેમત ઉઠાવી, બહેનોનો ઉત્સાહ વધારી, નકામી ચિંતાથી મુકત થઈ બહેનોને ગમતી, પોઝિટિવ વિચારો અને પ્રવૃત્તિમાં વ્યસ્ત કર્યા હતા.

(11:43 am IST)