Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કાલે અખાત્રીજના પવનના આધારે વરસના અણસાર

(દર્શન ઠાકર દ્વારા) બગસરા,તા. ૧૩: હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે માટે મહત્ત્વના એવા અખાત્રીજના વહેલી સવારના પવનના અણસાર જોવાશે અને વરસાદ અંગેના સંકેત પવનના રૂખ ઉપરથી જાણવા મળશે. આ વર્ષે હોળીની જાળ અને ચૈત્રી દનૈયા બંને દ્વારા સારા ચોમાસાનાં અણસાર આપવામાં આવ્યા છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર તારીખ ૧૪ મે શુક્રવારના વહેલી સવારના ત્રણથી છ વાગ્યાના પવન પરથી અભ્યાસુઓ આગામી ચોમાસા વિશે અનુમાન કરતા હોય છે.

અખાત્રીજનો પવન વાયવ્ય દિશામાંથી વાય અને અગ્નિ દિશા તરફ જાય તો વરસાદ સારો પડે છે પરંતુ જો પવન અગ્નિથી વાયવ્ય તરફ જાય તો દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. અને પશ્ચિમથી પૂર્વ તરફ જાય તો પણ ચોતરફ વનરાજી ખીલી ઉઠવાના એંધાણ મળતા હોય છે. તો આખાત્રીજ ના ૫વનનો અભ્યાસ કરવા સર્વ ખેડૂતો તથા જાણકારોને અનુરોધ કરાયો છે.

(10:16 am IST)