Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સાવરકુંડલામાં રમજાન ઇદ સાદગીથી અને ઇદની નમાજ પોતપોતાના ઘેરે પઢે : સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ

(ઇકબાલ ગોરી)સાવરકુંડલા,તા.૧૩: આવતી કાલે રમજાન ઈદની ઉજવણી એકદમ સાદગી પૂર્વક અને રમજાન ઈદની નમાજ પોતપોતાના ઘેર પઢી લેવી તેવું સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવે જણાવેલ હતું.

રમજાન ઈદની ઉજવણી બાબતે સાવર કુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવે જણાવેલ હતું કે હાલ કોરોના મહામારીમાં આપણા સગા સબંધી સ્નેહીઓ મૃત્યુ પામ્યા છે.

તેવી સ્થિતિમાં આપણે રમજાન ઈદની ઉજવણી એકદમ સાદગીપૂર્વક કરવી જોઈએ તેમજ રમજાન ઈદ ની નમાજ પોતપોતાના ઘેર પઢી લેવી તે પણ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સોશલય ડિસ્ટન્ટ જાળવી પાલન કરવું તેનું પુરે પુરૂ ધ્યાન રાખવાનું તેમજ આ કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોનાથી બચવા અને બચાવવા માસ્ક પહેરીએ અને પહેરવાનું કહીએ.

કોરોના રોગના ભોગ બનેલા આપણા સ્વજનો મૃત્યુને સાચી શ્રધ્ધાંજલી અને ખીરાજે અકીદત પહોંચાડવા આપણે એકદમ સાદગી પૂર્વક રમજાન ઈદની ઉજવણી કરવા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવે અપીલ કરતા એક અખબારી યાદીમાં જણાવેલ હતું.

(10:16 am IST)