Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કંડલા હાઈવે બંધ ઉપર ચક્કાજામ કરીને મજૂરોએ ટ્રેન ફાળવવા માગણી કરી : ડીએસપી પરીક્ષિતા રાઠોડ દોડી ગયા મજૂરોને શાંત પાડ્યા

ભુજ : કચ્છના ગાંધીધામમાં આજે પોતાના વતન જવા માટે ટ્રેન ફાળવવાની માગણી સાથે મજૂરોએ કંડલા હાઈવે ઉપર ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો હતો

રસ્તા ઉપર પથ્થરો મુકીને મજૂરો દ્વારા કંડલા હાઈવે બંધ કરાયો હતો.

રસ્તો બંધ થઈ જવાના કારણે વાહનોની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી હતી ડીએસપી પરીક્ષિતા રાઠોડ પહોંચ્યા હતા.મજૂરોને સમજાવી શાંત પડાયા હતા.

(6:48 pm IST)