Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભુજ ભચાઉ હાઇવે ઉપર અકસ્માતમાં આરટીઓ ઇન્સ્પેક્ટ એન.ડી.પટેલને ગંભીર ઇજા : ચાલકનું મોત

(ભુજ) ભુજ ભચાઉ હાઇવે ઉપર દૂધઇ નજીક ટ્રક અને જીપ વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ ભુજમાં આરટીઓ ઇન્સ્પેક્ટ તરીકે ફરજ બજાવતાં એન.ડી. પટેલ ઈજાગ્રસ્ત થયા છે. 

જ્યારે ચાલક મહિપાલસિંહ ઝાલાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેઓ ચેકીંગ માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. જેમાં સામેથી આવતી ટ્રકે આરટીઓ વાહનને હડફેટે લીધું હતું.

(3:00 pm IST)