Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનને કારણે પગારમાંથી ઓછા પૈસા ઘરમાં આપતાં ડખ્ખોઃ વિજયનો ગળાફાંસો

તાકીદની સારવાર મળી જતાં જીવ બચી ગયોઃ ગવરીદળનો બનાવ

રાજકોટ તા. ૧૩: મોરબી રોડ પર આવેલા કુવાડવા પંથકના ગવરીદળમાં વિજય સોમાભાઇ મુછડીયા (ઉ.વ.૨૪) નામના યુવાને પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં તાકીદે નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો છે.

આપઘાતનો પ્રયાસ કરનાર વિજય કોર્પોરેશનની કચરા ગાડીમાં હંગામી કામદાર છે. તેને સંતાનમાં એક દિકરી છે. વિજયએ જણાવ્યું હતું કે લોકડાઉન ચાલતું હોઇ પોતાને નોકરીના કામે બહાર રહેવાનું થતું હોઇ પૈસાની જરૂર હોવાથી પગારમાંથી ઓછી રકમ ઘરે આપતાં પત્નિ સાથે આ બાબતે ચડભડ થઇ હતી. આ કારણે પોતાને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. કુવાડવા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:20 pm IST)