Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મોરબી જીલ્લામાં વધુ ચાર દર્દીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા

મોરબી,તા.૧૩: મોરબી જીલ્લામાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઇ છે અને કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોના ગઈકાલે સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૪ રીજેકટ સિવાયના ૯ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તો આજે વધુ ચાર દર્દીના સેમ્પલ લેવાયા છે.

મોરબી જીલ્લામાં આજે વધુ ચાર શંકાસ્પદ લક્ષણો દેખાતા દર્દીના સેમ્પલ લેવાયા છે જેમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાંથી મોરબી સીટીના ૨૫ વર્ષની મહિલા અને ટંકારાના હરબટીયાળીના ૨૭ વર્ષની મહિલાના સેમ્પલ લેવાયા છે જયારે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દ્યૂટું ગામના ૩૭ વર્ષના યુવાન અને મોરબી સીટીના ૬૦ વર્ષના વૃદ્ઘના સેમ્પલ લેવાયા છે જે ચાર સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

(1:09 pm IST)