Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મુખ્યમંત્રીશ્રી દ્વારા અમરેલીની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટિવ વર્કના ફાઉન્ડરને અભિનંદન પાઠવતો પત્ર

અમરેલી,તા.૧૩: ચીફ મિનિસ્ટર ઓફિસ પર થી એક ફોન આવ્યો જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 'ડો. કલામ ઇનોવેટીવ વર્ક અમરેલી' ની રાષ્ટ્રહિત અને દેશપ્રેમ ને ઉજાગર કરતી પ્રવૃત્ત્િ। ને જાણી અભિનંદન સાથે આભાર વ્યકત કરવામાં આવ્યો. સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ મહામારી ના સમય માં 'ડો. કલામ ઇનોવેટીવ વર્ક અમરેલી' ની ટીમ સહિત અમરેલી જિલ્લા પ્રશાસન અને કોરોના યોદ્ઘાઓ ને અભિનંદન પાઠવતો એક પત્ર પણ પ્રાપ્ત થયો હતો.

ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના યુવાનો ની કામગીરી વિશે વિસ્તાર પૂર્વક માહિતી મેળવી અને મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજીપો વ્યકત કરવામાં આવેલો.

ડો. કલામ ઇનોવેટીવ વર્ક વિદ્યાર્થી ઓ માટે આજ સુધી કયારેયના યોજાયેલા વિજ્ઞાન અને વ્યકિતત્વ વિકાસ જેવા કાર્યો કરવા માટે કાર્યરત છે અને હર હંમેશ દેશહિતના કાર્યો માં પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ઘ છે ત્યારે અમરેલીના યુવાનો આ સંસ્થામાં જોડાવા માટે ખૂબ ઉત્સુક છે.

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી નો પત્ર જે આપ સૌ અમરેલી નગરજનો અને કોરોના યોદ્ઘાઓ સાથે શેર કરતા ડો. કલામ ઇનોવેટીવ વર્ક ગર્વ ની લાગણી અનુભવું છે. અને સમસ્ત અમરેલી નગરજનો વતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરે છે. તેવું ડો. કલામ ઇનીવેટિવ વર્ક અમરેલી ના ફાઉન્ડર કેવલભાઈ મેહતાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:07 pm IST)