Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પોરબંદરમાં શનીવારે ભુકંપના તિવ્ર આંચકા પહેલા ૨ વખત હળવા આંચકા આવી ગયેલ !

પોરબંદર તા. ૧૩ :. ગત શનિવારે ભૂકંપનો ૪ની તીવ્રતાનો આંચકો આવી ગયો તે પહેલા  પાંચ દિવસમાં ૨ વખત હળવા આંચકા આવી ગયેલ હતા.

તા.૫ થી તા. ૯ સુધી ભુકંપના ત્રણ આંચકા આવ્યા. કેન્દ્ર સૌરાષ્ટ્ર-જુનાગઢ જીલ્લાના માંગરોળ અરબી સમુદ્ર માંગરોળ થી દક્ષીણે ૪૪ કિમી.  દુર અરબી  સમુદ્રમાં ૮૯.૯ બપોરના ૩.૩૬મીમી તેમની તીવ્રતા ૪ની હતી. તે પહેલા તા.૮ની રાત્રીના ૬.૧૧.૪૧મીનીટે  તીવ્રતા ૨.૭ની હતી.

પોરબંદર જિલ્લામાં ભૂકંપના આંચકાથી તિરાડો, દરીયામાં જમીનથી ૧૦ કિ.મી.ની ઉંડાઈએ સર્જાયા બાદ બીજો ભૂકંપ જમીનથી ૧૮.૯ કિ.મી. ઉંડાઈ, ૨૦.૮૪૦ અક્ષાંશ અને ૭૦.૦૦૪ રેખાંશ કેન્દ્ર બિન્દુએ નોંધાયેલ છે. અરબી સમુદ્રમાં માત્ર ૧૬ કલાકમાં બે ભૂકંપ સિસ્મોલોજીની નોંધ મુજબ તા. ૫-૫-૨૦૨૦એ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવેલ. જે માંગરોળ અરબી સમુદ્રમાં દક્ષિણ ૪૯ કિ.મી. દૂર, એ જ દક્ષિણ દિશા તરફ દિશા નોંધાયેલ છે. સૌરાષ્ટ્રમાં જાન્યુઆરી ૨૦૧૯માં આવ્યા બાદ ૧૬ માર્ચે માંગરોળના અરબી સમુદ્રમાં ૧૬ કલાકમાં બે ભૂકંપ આંચકા નોંધાયેલ છે.

ઉત્તર ગુજરાતમા પાલનપુરથી ૧૭ કિ.મી.ના અંતરે છ દિવસ ૩ મે ૨૦૨૦ના ૩.૨ની તીવ્રતા દર્શાવતો ભૂકંપ નોંધાયો હતો. ત્યાર બાદ ૪.૦થી વધુ તીવ્રતાનો છેલ્લે ભચાઉમાં ૪.૩ની તીવ્રતા દર્શાવતો ભૂકંપ તા. ૧૮-૧૧-૨૦૧૯ના નોંધાયેલ હતા. આશ્ચર્ય તો એ છે કે ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ પાસે કોઈપણ માહિતી નથી જેથી નોંધ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે સને ૧૯૫૫ સાલ આસપાસ  પ્રથમ  ભુકંપનો અનુભવ સૌરાષ્ટ્ર  - કચ્છમા રાત્રીના ૯.૧૫ વાગ્યે તીવ્રતા ભરેલો આંચકો  આવેલ. સૌરાષ્ટ્ર-કચ્છનો અનુભવ થયેલ. તીવ્રતા ભરેલ ધરા ધ્રુજી હતી. બંધ મકાનના દરવાજા પણ ખુલી ગયેલ. ઠામ વાસણો ખડભડી ઉઠયા હતા.  ત્યારબાદ પ્રથમ ભૂકંપનો આંચકો ભાવનગરમાં આવતા તેની અસર પોરબંદરમાં  સાંજના ૭-૧૫ વાગ્યે થયેલ. ત્યારબાદ તા. ૨૬-૧-૨૦૦૧ના  પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સમયે સવારે  ૯-૧૫ વાગ્યે આવેલ સારૂ એવુ નુકશાન થયેલ. એક વ્યકિતનું મોત થયેલ. નુકશાન પણ થયેલ. સરકારે કેશડોલ સાથે રીપેરીંગ - સીમેન્ટ નલીયા   રેતી  - ચુના વિગેરેની પણ સહાય આપેલ. ત્યારબાદ ૨૦ વરસે ૪.૦૦ના સ્કેલનો આંચકો આવેલ.

(1:06 pm IST)