Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વહીવટી-પોલીસ તંત્રની કામગીરી કાબીલેદાદ

જીઆઇડીસી (લોધીકા) ઇન્ડસ્ટ્રીયલ એશો. દ્વારા કલેકટરને પત્ર : જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, જીઆઇડીસી રાજકોટના પ્રાદેશીક મેનેજર દર્શન ઠક્કર ટીમ, રાજકોટ સીટી પોલીસ, ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, લોધીકા પીેએસઆઇ એચ.એમ.ધાધલ અને વી.બી.બરબસીયા ટીમ વિગેરેની મ્હોંફાટ પ્રસંશા

રાજકોટ, તા., ૧૩: કોવીડ-૧૯ પરિસ્થિતિ સંદર્ભે કેટલાક શહેરો અને જીલ્લાઓમાં વેપાર ઉદ્યોગ જગત દ્વારા તંત્ર સામે નારાજગી વ્યકત થઇ રહી છે ત્યારે જીઆઇડીસી (લોધીકા) ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા કલેકટરને એક પત્ર દ્વારા રાજકોટ જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા બજાવવામાં આવેલી રાત-દિવસની કામગીરી પ્રજા માટે ખુબ જ ઉપયોગી બન્યાનું જણાવતો પત્ર પાઠવવામાં આવ્યો છે.

જીઆઇડીસી (લોધીકા) ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ વિનેશભાઇ પટેલ દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં ઔદ્યોગીક ક્ષેત્રની કામગીરી માટે મદદરૂપ થવા નિમાયેલ અધિકારીઓ કે જેમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના જનરલ મેનેજર કે.વી.મોરી, જીઆઇડીસી રાજકોટના પ્રાદેશીક મેનેજર દર્શન ઠક્કર સહીતના અધિકારીઓ તથા લોકડાઉનનો લોકોના હિતાર્થે ખુબ જ સમજપુર્વક અમલ કરવા માટે રાજકોટ શહેર પોલીસ ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, લોધીકા પીએસઆઇ એચ.એમ.ધાધલ અને વી.બી.બરબસીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રસંશાપાત્ર હોવાનું  પત્રમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે. ચોક્કસ ગાઇડ લાઇન મુજબ ઇન્ડસ્ટ્રીઝ ફરી શરૂ થાય તે માટે પણ તમામ સભ્યો પ્રયત્નશીલ હોવાનું પત્રના અંતે જણાવ્યું છે.

(12:15 pm IST)