Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઢાંકના નેસ વિસ્તારમાં દેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડતી ભાયાવદર પોલીસ

પાન,બીડી,તમાકુ અને હવે દારૂ ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બહાર આવી રહ્યો છે

ઉપલેટા,તા.૧૩:  રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે નોવેલ કોરોના વાયરસ કોવીડ ૧૯ ને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કોરોના વાયરસ એક ચેપી રોગ છે જેને ફેલાતો અટકાવવા માટે બિન જરૂરી આવન-જાવન પર પ્રતિબંધી છે તેમજ પોલીસ દિવસ રાત પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.તેમ છતાં ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઢાંક ગામમાં આવેલ નેસ વિસ્તારમાં દારૂ અંગેની બાતમી હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળી હતી જેમાં ફોર વ્હીલ માંથી બાતમીના આધારે તપાસ કરતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ગાડી નંબર જી.જે. ૨૨ એ. ૨૯૩૭ સ્વીફ્ટ કારમાંથી દેશી દારૂ લીટર ૧૭૦ સાથે પકડી પાડેલ છે જેમાં દારૂની કીમત રૂપિયા ૧૪,૨૦૦/- અને સ્વીફ્ટ કર કીમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- એમ કુલ મળી રૂપિયા ૨,૧૪,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી બધુ નાથાભાઈ ગડચર રહે. કપુડીનેસ તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ ભીંભા, યોગીરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ ડોડીયા, વલ્લભભાઈ મકવાણા તથા નિવૃત એ.એસ.આઈ રૂપજીભાઈ બામણિયાભાઈ વસાવા મદદમાં સાથે રહેલ હતા.

(11:58 am IST)