Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હોટસ્પોટ અમદાવાદથી બે પુરૂષ અને ત્રણ મહિલાઓ હળવદ આવતા ગુનો નોંધાયો

બહારના જિલ્લામાંથી ગેરકાયદેસર હળવદ કે ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોની માહિતી આપવા પીઆઇ ખાંભલાની અપીલ

હળવદ,તા.૧૩: લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર હળવદમા પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ખાસ કરીને હાલ અમદાવાદમાં કોરોના વાયરસના દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે અને કોરોના એ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે પણ જાહેરનામાંનો ભંગ કરીને કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય આચરવુ યોગ્ય કહેવાય નહિ. આવી જ રીતે અમદાવાદથી ગેરકાયદેસર રીતે હળવદમાં પ્રવેશ કરનાર કિરીટભાઈ વીરજીભાઈ કણજરીયા અને તેમના પત્ની નીલમબેન કિરીટભાઈ કણજારીયા તેમજ હળવદ તાલુકાના પાંડાતીરથ ગામેં પણ અમદાવાદથી ભરતભાઈ કાળુભાઈ ગઢવી તેમના પત્ની ભારતી બેન કાળુભાઈ ગઢવી અને તેમના દીકરી હેતલબેન ભરતભાઈ ગઢવી સહિત પાંચેય ગેરકાયદેસર રીતેઙ્ગ હળવદમાંઙ્ગ પહોંચી જતાઙ્ગ તેઓના વિરુદ્ઘ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.

બહારના જિલ્લામાંથી ગેરકાયદેસર હળવદમાં પ્રવેશ કરતા લોકોની વિરુદ્ઘ કાર્યવાહિ કરાશેઃપી.આઈ ખાંભલા.હળવદ પી.આઈ સંદિપ ખાંભલા એ જણાવ્યું હતું કે ખાસ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ છે કે કોઈપણ બહારના જિલ્લામાંથી હળવદ માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાવ્યો નથીઙ્ગ અને નોંધાય પણ નહીં તે માટે તંત્રની સાથે સાથે લોકો પણ જાગૃત બને તે જરૂરી છે.

(11:57 am IST)