Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ધોરાજીના ભૂખી ગામે પરણીત મહિલાના અપહરણના આરોપી પોલીસ પકડથી દુર

આરોપીએ દુષ્કર્મની કોશિષ કરતો વિડીયો વાયરલ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી

ધોરાજી,તા.૧૩: ધોરાજીના ભૂખી ગામેઙ્ગ ત્રણ શખ્સોએ સામુહિક બળાત્કાર કરવા ના ઈરાદે પરણીતાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસનો મોબાઈલ થી વિડીયો બનાવી વાયરલ કરતા પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજી તાલુકાના નાના એવા ભૂખી ગામે છૂટક નાસ્તા નો વેપાર કરતી પરણીત મહિલા પર દિન દહાડે સામુહિક બળાત્કાર કરવા ના ઈરાદે દૂષકમ ના બનાવે સનસનાટી વ્યાપી ગયેલ છે

પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ ધોરાજીની ભુખી ગામે રહેતી મહિલાએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવેલ કે આરોપીઓ (૧)રવિ કોળી, (૨)મહેન્દ્ર ઉર્ફે બળદનો દિકરોઙ્ગ સાગરઙ્ગ (૩) વાળંદ નો દીકરો ચિરાગ આ ત્રણે શખ્સએ ફરિયાદીનો હાથ પકડી ગ્રામ પંચાયતના નળ પાસે પકડી અપહરણ કરી પીરની દરગાહ ની દિવાલ પાછળ લઈ જઈ ફરિયાદીની મરજી વિરુદ્ઘ તેના ઉપર સામૂહિક બળાત્કાર કરવાના ઈરાદે જબરદસ્તી કપડા ઉતારી નગ્ન કરી અને આરોપી રવિ કોળી તેમજ મહેન્દ્ર ઉર્ફે બળદનોનો દીકરો સાગરઙ્ગ શરીર ઉપર હાથ ફેરવીને તેમજ બીભત્સ ચેનચાળા કરી આરોપી નંબર ૩ વાળંદ નો દીકરો ચિરાગએ ફરિયાદીના બીભત્સ વિડીયો એન્ડ્રોઇડ ફોનમાં ઉતરતા ઉપરોકત દ્યટનાના સમયમાં ભુખી ગામ નાના બાળકો આવી જતા અને જોઈ જતા આ ગામના આરોપીઓ નાસી જઇ ગુનો કર્યા અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ ત્રણેય આરોપી વિરૂધ્ધઆઈપીસી કલમ ૩૭૬ડી, ૩૫૪એ,૩૫૪બી, ૩૬૫, ૨૯૨ તેમજ ઇન્ફોર્મેશન એકટ ૨૦૦૮ની કલમ મુજબ ફરિયાદ નોંધી છે.

ફરિયાદજણાવાયું છે કે ફરિયાદી મહીલાઙ્ગ પાણીના નળ પાસે પાણી ભરતા હતા ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક હાથ પકડીને અપહરણ કરી જઇ દરગાહની દિવાલ પાછળ લઇ જઇ જબરજસ્દી કરી શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસનોઙ્ગ મોબાઈલ ફોનથી વીડિયો શુટીંગ કરી વાયરલ કરયા ની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ ધોરાજી પોલીસમાં કરતાં પોલીસે ગૂનો નોધીને આરોપીઓને પકડવા પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી એ ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવ અંગે ધોરાજીના પીઆઈ વિજય કુમાર જોષી તપાસ ચલાવી રહેલ છે.

(11:57 am IST)