Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કચ્છના રાપરના હમીરપર હત્યાકાંડમાં આડેસરના પીએસઆઇ સસ્પેન્ડ

ભુજ,તા.૧૩:  શનિવારે કચ્છના રાપર તાલુકાના હમીરપરમાં ખેલાયેલ ખૂનની હોળીમાં આડેસર પોલીસ પર ગાજ પડી છે. એક સાથે પાંચ પાંચ જણાનો ભોગ લેનાર આ હત્યાકાંડમાં ફરજમા બેદરકારી દાખવવા બદલ આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે.

મોટી હમીરપર પર થયેલા હત્યાકાંડમાં પોલીસની બેદરકારી સામે આવ્યા બાદ આ પગલું લેવાયું છે. હત્યાકાંડ બાદ દ્યટના સ્થળની રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમ્યાન આ ગંભીર બનાવમાં આડેસર પીએસઆઇ બી. વી. ચુડાસમાને ફરજમાં બેદરકારી બદલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. આ હત્યા કાંડ જમીનના ડખ્ખાના કારણે થયો. પણ, તેમાં દારૂના ધંધાનું વર્ચસ્વ જાળવવા બદલ ધમા કોળી અને અખા ઉમટ વચ્ચે ચાલતું વૈમનસ્ય પણ નિમિત્ત્। બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેનો રાપરના લાલુભા વાદ્યેલાએ લાભ ઉઠાવ્યો.

(11:56 am IST)