Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હળવદના નવા કડિયાણા ગામે શ્રમજીવીને અને પૂજારીને મારમારનાર બંને જી આર ડી જવાનો વિરૂધ્ધ ગુનો નોંધાયો

ધીમો ધીમો ચાલીને કેમ જાય છે! તેમ કહી શ્રમજીવી પર અને ગામના પૂજારી પર જી આર ડી ના જવાનો પીવીસીના પાઇપ વડે તૂટી પડયા હતાં

હળવદ,તા.૧૩: હાલ લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે ૨૪ કલાક ખડે પગે રહેતા હળવદ પોલીસના જવાનોની ચારેબાજુ વાહ-વાહ થઈ રહી છે પરંતુ આની વચ્ચે ગઈકાલેઙ્ગ નવા કડીયાણા ગામેઙ્ગ વધારવાની ફરજ બજાવતા જી.આર.ડી.ના જવાનોએ એક શ્રમજીવીનેઙ્ગ ધીમુ ધીમું ચાલી ને કેમ જાય છે તેવી સામાન્ય બાબતે પીવીસી પાઇપ વડે હુમલો કરી માથામાં પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેની વચ્ચે ગામ ના પૂજારી પડતા તેઓ ને પણ માર માર્યો હતો જેથી આ બંને જીઆરડીના જવાનો વિરુદ્ઘ હળવદ પોલીસ મથકે ગુનો નોધવામા આવ્યો છે અને બન્ને આરોપી ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ મંગળવારેઙ્ગ બપોરના અરસામાં હળવદ તાલુકા ના નવા કડિયાણા ગામે રહેતા ભીખાભાઈ મગનભાઈ કોળી બપોરના સમયે મજૂરી કરી થાકયા પાકયા દ્યરે પરત આવી રહ્યા હતા તે સમયે લોકડાઉનની ફરજ માટે તૈનાત કરવામાં આવેલા જી.આર.ડી.ના જવાન ગોપાલભાઈ અને સી.એચ સોલંકીઙ્ગ ભીખાભાઈ પાસે આવી તેઓને કહેલ કે ધીમો ધીમો ચાલીને દ્યરે કેમ જાય છે તેમ કહી ભીખાભાઈ ને પ્લાસ્ટિક ના પાઇપ વડે માર મારવા લાગેલ આ સમયે ગામના પુજારી મુકેશગિરી વચ્ચે પડતા તેઓને પણ બંને જીઆરડીના જવાનોએ માર મારેલઙ્ગ આ બનાવમાં ભીખાભાઈ ને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમ જ મુકેશગિરી ને પણ ઈજાઓ પહોંચતા પ્રથમ ચરાડવા તેમજ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતાઙ્ગબનાવને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને ગ્રામ્ય જનો બહાર નિકળી ગયા હતા જેથી ધારાસભ્ય પરસોતમભાઈઙ્ગ સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બાબતની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હતીજે અંગેઙ્ગ ભીખાભાઈ મગનભાઈ કોળીએ હળવદ પોલીસ મથકમાં જી આર ડી જવાન ગોપાલભાઈ અને સી.એચ સોલંકી વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને વિરુદ્ઘ ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:56 am IST)