Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે, 'રોડ' પર આવી જાય તે પહેલા કપાસ ખરીદી શરૂ કરો

કોટડાસાંગાણી, મોરબી અને ઝીલરિયા ખરીદ કેન્દ્ર શરૂ કરવા સત્તાધીશોને ઢંઢોળતા સાંસદ મોહનભાઇ

રાજકોટ તા.૧૩: ભાજપના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાએ કપાસની વેચાણ વ્યવસ્થા બાબતે ખેડૂતોના રોષનો પડઘો  પાડતો પત્ર કેન્દ્રના  કોટન કોર્પોરેશનની રાજકોટ શાખાના જનરલ મેનેજરને પાઠવ્યો છે.

મોહનભાઇએ પત્રમાં જણાવ્યુ  છે કે મોરબી પી.એમ.સી.ના  મગનભાઇ વડાવીયાની રજુઆત મુજબ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ચોમાસાની સીઝન નજીક આવતી હોય ખેડૂતોને ખરીફ બિયારણ  અને ખાતરની ખરીદી કરવાની હોય ખેડૂતોનો કપાસ વેચાય તો જ વાવેતરનું આયોજન કરી શકે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિત માટે રાજકોટ જીલ્લાના  કોટડાસાંગાણી ખાતે અને મોરબી જીલ્લાના મોરબી ખાતે ટેકાના ભાવે કેન્દ્ર શરૂ કરવા અને રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના  ઝીલરીયા ખાતે ખેડૂતો વેચાણ કરીને પૈસા મેળવી શકતા નથી. ખેડૂતોમાં  ઘણોજ આક્રોશ છે. ખેડૂતો રોડ ઉપર ન આવી જાય અને અનિચ્છીય બનાવ ન  બને એટલા માટે તાત્કાલીક ખરીદી કેન્દ્રો  મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા મારી ખાસ ભલામણ સહ વિનંતી છે.

(11:55 am IST)