Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગોંડલમાં હથિયારો સાથે આતંક મચાવનાર કુખ્યાત ઇમરાન 'પાસા'ના પીંજરે પુરાયો

એલસીબી તથા ગોંડલ પોલીસે ઇમરાનને દબોચી લઇ સુરત જેલમાં ધકેલી દિધો

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલમાં બે માસ પૂર્વે હથિયારો સાથે આતંક મચાવનાર કુખ્યાત ઇમરાનને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો હતો.

બે માસ પુર્વે ગોંડલ શહેરમાં ઘાતક હથિયારો સાથે આતંક મચાવનાર માથાભારે ઇસમ ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા રહે. ગોંડલ વાળાને રેમ્યા મોહન જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા બલરામ મીણા, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ. એન. રાણા, પો. ઇન્સ. એલ. સી. બી. તથા સ્ટાફ અને ગોંડલ સીટી પો. સ્ટે.ના પો. ઇન્સ. કે. એન. રામાનુજ તથા સ્ટાફ દ્વારા આ પાસા અટકાયતી હુકમની બજવણી કરી ઇમરાનને પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાત ધકેલી દેવાયો હતો.આ કાર્યવાહીમાં એલસીબીના એ. એસ. આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો. હેઙ કોન્સ. મહેશભાઇ જાની, તેજશભાઇ મહિધરીયા, અનિલભ ગુજરાતી, રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, તથા પો. કોન્સ. નિલેશભાઇ ડાંગર રોકાયા હતાં.

(11:54 am IST)