Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગીર સોમનાથના ભરતભાઇ ગળચરની જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધી

એસીબી કેસના આરોપીએ ભાઇની બિમારી માટે જામીન માંગ્યા હતાઃ કેશવકુમાર ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ૧૩: કોરોના વાયરસની સ્થિતિમાં એસીબીના સ્ટાફને લોકડાઉન વિગેરેના અમલ માટે મદદે મોકલવાના ઉમદા નિર્ણયની મૂળભુત કામગીરી પર અસર ન થાય તે માટે એસીબી વડા કેશવકુમાર  દ્વારા કાનૂની જંગમાં લાંચીયાઓ ફાવે નહિ તે માટેનું અભિયાન અવિરત રહયું હોવાની ગવાહી પુરતી ગીર સોમનાથની એ ઘટના પ્રકાશમાં આવી છે.

ગીર સોમનાથ એસીબી પો.સ્ટે.ગુ.ર.નં. ૦ર/૨૦૧૯ના કામના આરોપી ભરતભાઇ  સાજનભાઇ ગળચરે તેમના ભાઇની બિમારી  સબબ ૪૦ દિવસના પેરોલ (વચવાળાના જામીન) મળવા વેરાવળની સેસન્સ કોર્ટમાં   કરેલી અરજી અંતે નામંજુર કરવામાં આવી છે.

અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે લાંચકેસ કે બેનામી સંપતીના આરોપસર જેમની સામે  ગુન્હા દાખલ થયા છે તેવા કોઇ પણ આરોપી  કાનૂની જંગમાં ન ફાવે તે માટે કાયદાના તજજ્ઞોના માર્ગદર્શન મુજબ અભિયાન ચાલી રહયું છે, જેમાં વધુ એક વખત સફળતા સાંપડી છે.

(11:53 am IST)