Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

એક એવું ગામ જયા ઢોલ વગાડી, સાદ પાડી લોકોને કોરોના સંદર્ભે જાગૃત કરાય છે

કોરોનાને નાથવામાં ખડીયા ગામના સરપંચની પ્રેરણાદાયી ભૂમિકાથી ગ્રામજનો ખુશી

જૂનાગઢ,તા.૧૩: કોરોનાવાયરસનો પગ પેસારો થતો અટકાવવામાં લોકોએ ઘરે જ રહેવાનું હતુ. ઘરે રહેવાથી આપણે સુરક્ષિત છીએ. એ સામાન્ય સમજ એકમાત્ર ઉપાય છે. કોરોના થી બચવાનો. સામાન્ય લોકો સુધી આ સંદેશો પહોંચે એ ખૂબ જરૂરી છે. જનજાગૃતિ વગર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસ કે કામગીરી પર પાણી ફરી વળે છે. આ વાતને ખૂબ સારી રીતે ખડીયા ગામના સરપંચ કાળુભાઈ ભાદરકા જાણે છે.ઙ્ગ

જૂનાગઢ થી ખડીયા ગામ અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલ છે. ગામની વસતિ ૫૦૦૦ જેટલી છે. ખડીયાના સરપંચની લોકડાઉનમાં કોરોના સંદર્ભે જનજાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. તેમણે સરકારે કોરોના સંદર્ભે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શીકા અને સૂચનાઓ  લોકો સુધી પહોંચે અને તેની અમલવારી કરે એ માટે પરંપરાગત માધ્યમથી લઈ ફેસબુકની મદદ લીધી છે.ઙ્ગ

કાળુભાઈ ભાદરકા એ  જણાવ્યું હતું કે, લોકડાઉનમાં  લોકોએ શું કરવું અને શું ન કરવું એ જાણકારી અને જાગૃતિ આવે એ ખૂબ જરૂરી હતુ. લોકો ઘરે જ રહે, કામ વગર બહાર ના નીકળે, ઘરે  સુરક્ષિત છે, આ સંદેશ ગામમાં ઢોલ વગાડી, તેમજ  ફેસબુક,વોટસએપના માધ્યમથી  સતત પ્રચાર કરવામાં આવ્યો  હતો.

તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ માટે આપણા પરંપરાગત માધ્યમ  હોય કે પછી આજે સૈાથી વધુ વપરાતા સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક,વોટસએપ વગેરે ખૂબ જ જરૂરી છે. આ પ્રયાસોના કારણે અમારૂ ગામ કોરોનામુકત  રહ્યું  છે.ઙ્ગઆ ગામની ખાસ વાત એ છે કે અહીં જિલ્લા વહીવટીતંત્ર કે એનજીઓની મદદ લીધા વગર લોકોએ જ જરૂરિયાત મંદોને કીટ, ભોજનની વ્યવસ્થા  કરી છે. કાળુભાઈએ જણાવ્યું કે, આપત્ત્િ।ના સમયમાં ગામના જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ લોકોને કીટ  અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આરોગ્ય  વિભાગની માર્ગદર્શિકા મુજબ અન્ય જિલ્લામાંથી ગામમાં કોઈ વ્યકિત આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવવી, મેડિકલ ચેકઅપ અને  ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન ફરજિયાત કરવામાં આવે છે.

આમ,  ખડીયા ગ્રામવાસીઓએ ઘરે રહીએ સુરક્ષિત રહીએ, કામ સિવાય બહાર ન નીકળએ, બહાર નીકળતી વખતે માસ્ક કે કપડું બાંધીએની ચુસ્તપણે  અમલવારી કરી ગામને કોરોનામુકત  રાખ્યુ છે.

(11:52 am IST)