Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાનો સામનો કરવા મજબૂત બનોઃ રોગપ્રતિકારક શકિત વધારો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તબાહી મચાવી દીધી છે. ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા લેવામાં રહ્યા છે. લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવા ઘરમાં જ રહેવા વિગેરે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. પરંતુ હવે આપણે લોકડાઉન પુરૂ થયા પછી આપણી જાતને કોરોનાથી કેમ બચાવવી એનો ઉપાય જાતે જ કરવાનો છે. કોરોનાને આપણાથી દૂર રાખવાનો જો શ્રેષ્ઠ ઉપાય હોય તો તે છે આપણા શરીરની રોગપ્રતિકારક શકિત વધારવાનો. સરકારશ્રીના આદેશોનું પાલન કરવા ઉપરાંત આપણી રોગપ્રતિકારક શકિત મજબુત હશે તો ચોકકસપણે આપણે કોરોનાને મહાત કરી શકીશું.

શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા અહીં હું કેટલાક સૂચનો રજૂ કરૂ છુ, જેનો અમલ કરવાથી નિશંકપણે આપની રોગપ્રતિકારક શકિત વધશે અને આપ કોરોના વાયરસનો સફળતાપૂર્વક સામનો કરી શકશો.

. રોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસી ૩૦ થી ૪૦ મીનીટ પ્રાણાયામ અને યોગાસન કરો.

. દિવસોમા અનુકુળ સમયે રોજ ૩૦મીનીટ ચાલવાનું રાખો.

. હાલમાં નિયમિતપણે આયુર્વેદિક ઉકાળો અથવા તો સારી કંપનીનું સુદર્શન ચૂર્ણ રોજ સવારે સેવન કરો.

. વીટામીન- સી તેમજ ઝીંક રોગપ્રતિકારક શકિત વધારે છે. આ માટે આંબળાનું ચૂર્ણ અથવા આંબળાનો જયુસ દિવસમાં બે વખત લ્યો. દિવસમાં બે વખત લીંબુનું પાણી પીવો, વીટામીન-સી યુકત તાજા ફળોનું સેવન કરો. વીટામીન- સી તથા ઝીંકની કેપ્સ્યુલ કે ટેબ્લેટ પણ લઈ શકો છો.

. મેંદો અને ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જમવામાં તાજો પૌષ્ટિક સમતોલ આહાર લ્યો. જમવામાં રોજ ૨ થી ૩ લસણની કળીનું સેવન કરો.

. સવારની ચા માં તજ, લવીંગ, એલચી, ફુદીનો, તુલસીના પાન વગેરે નાખી ચાનું સેવન કરો.

. દિવસમાં બે વાર સાધારણ ગરમ પાણીમાં મીઠુ નાખીને પાણીના કોગળા કરો.

. દિવસ દરમિયાન ૭ થી ૮ વખત સાબુથી હાથને બરાબર ધુવો, ખાસ કરીને કોઈપણ ખોરાક ખાતા પહેલા હાથને સાબુથી અવશ્ય ધુવો.

. શરદી, કફ કે ઉધરસ કરે તેવો ખોરાક એવોઈડ કરો. જેમ કે ઠંડા પાણી, આઈસ્ક્રીમ, દહીં તેમજ માવાવાળી કોઈપણ મીઠાઈ.

. કોરોનાથી સાવચેત જરૂર રહો, પરંતુ ડરો નહીં, નેગેટીવીટી આપણા શરીરની રોગપ્રતિકારક શકિતને નબળી કરે છે માટે પોઝીટીવ બનો, ઈશ્વર પર શ્રધ્ધા રાખો.

. મનને કોરોનાના એક ના એક વિચારમાંથી બહાર કાઢી અન્ય સારી અને આનંદ આપતી પ્રવૃતિ તરફ વાળો.

. ઈશ્વર કૃપાથી આ સમય પણ નીકળી જશે અને ફરી જનજીવન ધમધમતું થશે જ. ધીરજ રાખો.

આલેખન

દેવેન શેઠ

શેઠ બ્રધર્સ- ભાવનગર,

મો.૯૮૭૯૫ ૧૧૩૫૦

(11:48 am IST)