Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જૂનાગઢમાં કોરોનાને હરાવવા ખાસ જાગૃતી અભિયાન

મ.ન.પા. દ્વારા માસ્કનો ઉપયોગ, સોશીયલ ડિસ્ટેસીંગ હાથ વારંવાર ધોવા, વૃદ્ધો અને બાળકોને ઘરમાં રહેવુ તથા રોગપ્રતિકારક શકિત વધારવી સહિતની બાબતોનું પાલન કરતી સંસ્થાને સન્માનીત કરશે

જુનાગઢ તા. ૧૩ : મનપા દ્વારા માસ્કનો ઉપયોગ (ર) સોસીયલ ડિસ્ટેસીંગ, (૩) હાથ વારંવાર ધોવા, ગૃદ્ધ, બાળકોને બીપી ડાયબીટીશ જેવા રોગથી પીડાતા કો મોબિંડ લોકોનું ઘરમાં રહેવું રોગપ્રતિકારક શકિત વધારવી સહિતની બાબતે જાગૃતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદી માટે જણાવ્યા મુજબ પાંચ બાબતોની મુહિમ જીતરો જુનાગઢ કોરોનાનો જંગ ચાલુ કરી રહી છે. જુનાગઢના તમામ લોકો સુધી પહોંચી આ પાંચ બાબતોથી અવગત કરાવવાનો અને વર્તન પરિવર્તનનો આજથી વિધિવત શરૂ થતી આ કેમપેઇન્માં અવનવી રીતે લોકોને આ પાંચ બાબતો અપનાવવા જોડવામાં આવશે. જેમ કે (૧) માસ્ક ફોર્સ શહેરમાં માસ્ક વિના મળતા લોકોને કોર્પોરેશન માસ્ક આપશે. માસ્ક પહેરી લોકોએ પોતાના રપ મિત્રોને ફોટો મોકલી માસ્ક પહેરવા જાગૃત કરવા.

(ર) કોર્પોરેશન વિવિધ ધંધાદારીઓ, સંસ્થાઓ જે આ પાંચ બાબતોનું પાલન કરતી હોય અને કરાવતી હોય તેનું દર અઠવાડીયે સન્માન કરશે. કમિશનર, મેયર પદાધિકારીઓ અધિકારીઓ સ્થળ પર આવી તેમનું સન્માન કરશે. શાકભાજીની લારીથી લઇ વાળંદ,કામ તેમજ અનાજ કરિયાણા દુકાનો જેવી કુલ ૧૦ કેટેગરીમાં આવા સન્માન દર અઠવાડીયે અપાશે.

(૩) જાહેરમાં હેન્ડ વોશિંગ કાર્યક્રમો થશે.

(૪) શહેર શ્રેષ્ઠીઓ દ્વારા લોકોને આ પાંચ બાબતો અપનાવવા આહવાન કરવામાં આશે.

(પ) આ બાબતોને એક મનભાવક ગીત સ્વરૂપે વિડીઓ ઓડીઓ ફોર્મમાં બહાર પડાશે.

(૬) વિવિધ ધંધા, સંસ્થાઓમાં આ પાંચ બાબત કેવી રીતે અમલમાં લેવાય તેના ટુંકા વિડીઓ માર્ગદર્શન માટે બનશે.  આવી અન્ય અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.

જુનાગઢે આ જંગ જીતવાની છેઅને આ જંગમાં જીત નાગરીકોના વર્તન પરિવર્તન અર્થાત લાઇફસ્ટાઇલ ચેન્જથી જ થશે. આ પરિવર્તનના પ્રથમ ચરણની શરૂઆત આજરોજ મહાનગરપાલિકા, જુનાગઢ તથા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ઝાંસીની રાણી સર્કલથી શરૂઆત કરવામાં આવી છે પ્રથમ દિવસે ૧૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરેલ જેમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, માન.કલેટર ડો. સૌરભ પારધી, માન.મ્યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમિતી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષ નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમભાઇ ડાંગર કોર્પોરેટર જયેશભાઇ ધોરજીયા અગ્રણી અશરફભાઇ થઇમ ઉપસ્થિત રહેલ હતા.

(11:45 am IST)