Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભાવનગર-જેસર પંથકમાં કોરોનાના ૨ કેસઃ કુલ ૯૯

જેસરના ઉગલવાન ગામમાં સુરતથી આવેલા યુવકને અને ભાવનગરની યુવતીનો રીપોર્ટ પોઝીટીવ

 ભાવનગર, તા. ૧૩ :. ભાવનગરમાં વધુ ૨ પોઝીટીવ રીપોર્ટ આવતા કુલ આંક ૯૮ થયો છે.

કોરોનાનો કહેર ભાવનગરમાં યથાવત રહ્યો છે. શહેરના સ્‍ટેશન રોડ સવાઈગરની શેરીમાં રહેતા સમાબાપુ મહમદરાજા નાપાણી (ઉ.વ. ૨૯)નો રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. આ સાથે ભાવનગરમાં કુલ કોરોના પોઝીટીવનો આંક વધીને ૯૮ થયો છે.

ભાવનગરમાં કુલ ૯૮ પોઝીટીવ કેસમાંથી ૭ દર્દીના મોત નિપજ્‍યા છે અને ૪૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે, એટલે હવે ભાવનગરની હોસ્‍પીટલમાં ૪૩ દર્દીઓ સારવારમાં રહ્યા છે. ભાવનગરમાં કોરોનાથી સાજા થવાનો દર હવે ૫૦ ટકાને આંબવા આવ્‍યો છે.

ભાવનગર જીલ્લાના જેસર પંથકમાં આવેલ યુવાનનો પોઝીટીવ રીપોર્ટ આવતા ભાવનગરમાં કોરોના પોઝીટીવનો કુલ આંક ૯૯ થયો છે. ભાવનગરમાં સુરતથી હજારો લોકો આવ્‍યા છે અને હજુ આવી રહ્યા છે ત્‍યારે જીલ્લાના ગ્રામ્‍ય પંથકમાં કોરોનાનો ચેપ ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

દરમ્‍યાન ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના ઉગલવાન ગામે નકુમ શેરીમાં સુરતથી આવેલા જગદીશભાઈ ઘનશ્‍યામભાઈ નકુમ (ઉ.વ. ૩૨)નો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને ભાવનગરની હોસ્‍પીટલ ખસેડાયેલ છે. આ સાથે ભાવનગરમાં કુલ કોરોના પોઝીટીવ આંક વધીને ૯૯ થયો છે.

(11:38 am IST)