Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કંડલા પોર્ટ પરથી શ્રમિકો ચાલ્‍યા જતા લોડિંગ-અનલોડિંગનું કામકાજ ઠપ્‍પ થયું

આયાત - નિકાસ પ્રક્રિયાને અસર : ઓર્ડર રદ્દ થવાનો પણ ખતરો

નવી દિલ્‍હી તા. ૧૩ : લોકડાઉનના ત્રીજા ચરણમાં ઉદ્યોગ ધંધાને પાટા પર લાવવા માટે તનતોડ મહેનત થઇ રહી છે પરંતુ દેશભરના ઉદ્યમીઓની સામે નવુ સંકટ છે કે તેનો મોટો સ્‍ટોક કંડલા પોર્ટ પર ફસાય ગયો છે ત્‍યાંથી મોટાપાયે કારીગરોએ પલાયન કરી દીધું છે. તેનાથી માલની લોડીંગ તેમજ અનલોડીંગનું કામ ઠપ્‍પ થઇ ગયું છે. હરિયાણામાં કરનાલના એગ્રીકલ્‍ચર મશીનરી, ફૂડ કલસ્‍ટર તેમજ ચોખા કારોબાર, પાનીપતના ટેક્ષટાઇલ ઉદ્યોગ સહિત રાજ્‍યના તમામ પ્રમુખ ઉદ્યોગ - ધંધા પર તેની સતત પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.

જોકે કંડલામાં આવેલ દિનદયાળ પોર્ટ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી એમએલ ખેલાની નેતૃત્‍વમાં તમામ જરૂરી પગલા ભરાશે. શ્રમિકોને આશ્વસ્‍ત કરવામાં આવી રહ્યું છે કે તેની દરેક સુખત સુવિધાનો ખ્‍યાલ રાખવામાં આવશે. હરિયાણાના પણ ઉધમા પોર્ટ પ્રશાસનના સંપર્કમાં છે જેથી સમયસર વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાઓ થઇ શકે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્‍છ જિલ્લામાં કંડલામાં આવેલ દીનદયાળ પોર્ટ દેશનું સૌથી મોટું પોર્ટ છે. જ્‍યાં હરિયાણા જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી વિવિધ પ્રકારની વસ્‍તુઓના આયાત - નિકાસના પૈડા ફરે છે.

કાર્ગો હેન્‍ડલિંગમાં તેના નામ અને અનેક ઉપલબ્‍ધિઓ છે. કેન્‍દ્રીય જહાજરાની મંત્રાલય દ્વારા સંબધ્‍ધ દિનદયાળ પોર્ટ ટ્રસ્‍ટ તેની દેખરેખ કરે છે.

(11:35 am IST)