Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમરેલી જીલ્લામાં કોરોનાની એન્‍ટ્રી : ટીમ્‍બલાના વૃદ્ધાને પોઝીટીવ

સુરતથી આવ્‍યા બાદ તપાસ કરતા કોરોના હોવાનું ખુલ્‍યુ : ૩ તબીબો કવોરેન્‍ટાઇન

અમરેલી, તા. ૧૩ : અમરેલી જીલ્લામાં કોરોનાની એન્‍ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. ટીમ્‍બલા ગામના વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્‍ટ્રના અમરેલી જીલ્લામાં અત્‍યાર સુધી કોરોનાએ એન્‍ટ્રી કરી ન હતી, પરંતુ આજે સવારે અમરેલી જિલ્લાના ટીમ્‍બલા ગામના વતની અને થોડા દિવસોથી સુરત રહેતા ૭પ વર્ષના વૃદ્ધાને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવારમાં ખસેડેલ છે.

આ વૃદ્ધા સુરતથી પોતાના વતન ટીમ્‍બલા ગામમાં આવ્‍યા હતા. પોતાના વતન જતા પહેલા અમરેલીના ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્‍યું હતું. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો હતો.

૭પ વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા બાદ અમરેલીનું ખેડૂત તાલીમ કેન્‍દ્ર પણ બંધ કરવામાં આવ્‍યું છે તેમજ વૃદ્ધાનું મેડીકલ ચેકઅપ કરનારા ૩ તબીબોને પણ કવોરેન્‍ટાઇન કરવામાં આવ્‍યા હોવાનું અમરેલીના ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્‍યું છે.

સાવરકુંડલાના પ્રતિનિધિ દિપક પાંધીના અહેવાલમાં જણાવાયું છે કે ટીમ્‍બલા ગામના વૃદ્ધાને કોરોના હોવાની વાતને બ્‍લોક હેલ્‍થ ઓફીસર ડો. મીનાએ અમરેલીના ડો. પટ્ટણી સાથે વાતચીત કરીને આ વાતને સમર્થન આપ્‍યું હતું.

(11:54 am IST)