Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉપલેટાના ધારાસભ્યને કોરોન્ટાઇન કર્યા તો સુરતથી આવેલી તમામ એસટી બસના ડ્રાઇવર - કંડકટરોને પણ કોરોન્ટાઇન કરો

ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાને કોરોન્ટાઇન કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇની માગણી

ઉપલેટા તા. ૧૩ : છેલ્લા ૪૦ દિવસથી સમગ્ર દેશ લોકડાઉનમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને ઉપલેટા ધોરાજી વિસ્તારના સુરતમાં ફસાયેલા લોકોને મદદરૂપ થવાના ઇરાદે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયા સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી ૨૧ જેટલી બસોમાં ૬૦૦ લોકો કે જે ઉપલેટા ધોરાજી વિસ્તારના હતાઙ્ગ તેમને લઈને ધોરાજી પરત આવતા લલીતભાઈ વસોયા સુરત ગયેલા હોય આ બહાના નીચે તેઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.

આ અંગે રોષ વ્યકત કરતા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય લલિત વસોયાને કોરોન્ટાઈન કરવા એક રાજકીય કાવતરૃં છે. જયારથી લોકડાઉન શરૂ થયેલ ત્યારથી લલિત વસોયાએઙ્ગ લોકો વચ્ચે રહી દરરોજનાઙ્ગ લોકોને ટિફિન પહોંચાડીનેઙ્ગતો કયારેક સુરત જઇ ત્યાં ફસાયેલા ઉપલેટા ધોરાજી લોકોને ઉપલેટા લઈ આવીનેઙ્ગ લોકોની વચ્ચે રહેલા અને લોકોને ઉપયોગી થતા લલિત વસોયા લોકો કહેતા હતા. જેથી ઉપલેટા ધોરાજીના લોકો તેમની વાહ વાહ કરતા હતા ભાજપના આગેવાનો દ્વારા આ સાંભળીઙ્ગ શકતા નહોતા નથી અધિકારીઓ પર દબાણ લઇ આવી લલિત વસોયા ઉપર કોરોન્ટાઈનનું પગલું ભરી તેમને ઘરમાં બેસાડી દીધા તેમની સામે સામે વાંધો નથી પણ જો ખરેખર તંત્ર સક્રિય હોય તો સુરતમાંથી લાખો લોકોને સૌરાષ્ટ્રમાં લઈ આવનાર એસટીની હજારો બસોના ડ્રાઈવર અને કંડકટર સુરત ગયેલા છે.

 સુરતથી આવનારા લોકો સાથે ૨૪ થી ૩૬ કલાક સુધી બેઠા છે તો આવા લોકોને પણ કોરોન્ટાઈન કરવા જોઈએ પણ સરકારી તંત્રમાં કે સંકલન જેવું છે જ નહીં જે લોકો નડે છે. કોરોન્ટાઈન સામે લડે છે તેમને સાઇડલાઇન કરી દેવા ભાજપના આ પ્રયાસોને કૃષ્ણકાંત ચોટાઇએ વખોડી કાઢેલ હતો.

(10:28 am IST)