Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કચ્છમાં નાયબ મામલતદાર અને સબ રજીસ્ટ્રારને તંત્રએ કર્યા હોમ કવોરેન્ટાઇન

અન્ય જિલ્લામાંથી આવી સીધા ફરજ પર સીધી જતાં કર્મચારીઓએ કરેલા વિરોધ બાદ તંત્રએ ભર્યા પગલા

ભુજ તા. ૧૩ : કોવિડ ૧૯ તળે સરકારે કરેલા નિયમોનું પાલન નહીં કરનારા બે સરકારી અધિકારીઓ સામે કર્મચારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો.

કચ્છના માંડવીમાં નાયબ મામલતદાર અને સબ રજિસ્ટ્રાર દ્વારા કવોરેન્ટાઈનના નિયમનો ભંગ કરાયા બાદ કર્મચારીઓની રજૂઆતને પગલે તંત્રએ સૂચનાઓ આપી હતી. તેને પગલે સીધા ફરજ પર ચડી ગયેલા બે અધિકારીઓ ગાંધીનગરથી આવેલા નાયબ મામલતદાર નિમ્બિકા બારડ અને પાટણથી આવેલા સબ રજિસ્ટ્રાર હિંમત ચૌધરીને ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઈન કરાયા હતા.

જોકે, અહીં સવાલ એ જ છે કે, લોકોને સૂચનાઓ આપનાર અધિકારીઓ ખુદ સુચનાઓનું પાલન ન કરે તે હકીકત વખોડવા લાયક છે. તંત્રએ કવોરેન્ટાઈન થવાની ફરજ પાડવી પડે તેવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ.(

(10:27 am IST)